લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

કેટરિના કૈફ કમબેક માટે કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધમાં | Katrina Kaif looking for an OTT project for her comeback

by

Thenewsdk

Updated: 11-06-2026, 06.35 AM

Follow us:

કેટરિના કૈફ કમબેક માટે કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધમાં | Katrina Kaif looking for an OTT project for her comeback



photo 1781107222784

મુંબઈ : કેટરિના કૈફ હવે ફરી કેરિયરમાં પુનરાગમન  કરવા  માગે છે અને આ માટે તે કોઈ ઓટીટી પ્રોજેક્ટ મેળવવા  પ્રયાસ કરી રહી હોવાનું જાણવા  મળે છે. કેટરિનાએ ગયાં વર્ષે  નવેમ્બરમાં પુત્ર વિહાનને જન્મ આપ્યો હતો. હજુ છ મહિના સુધી કેટરિના તેની સંભાળ માટે ઘરે જ રહેશે. તે આવતાં વર્ષથી શૂટિંગ શરુ કરવા  ઈચ્છે. પરંતુ, આ માટે તેણે અત્યારથી જ કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધ આદરી છે. 

કેટરિનાનાં નિકટવર્તી સૂત્રોના જણાવ્યા અનુસાર કેટરિના કમબેકમાં ધીમે ધીમે આગળ વધવા  માગે છે. 

આથી  તે કોઈ એવો પ્રોજેક્ટ કે રોલ નહિ સ્વીકારે  જેના માટે બહુ સમય આપવો  પડે કે બહુ આઉટડોર શૂટિંગ સામેલ હોય. તે માતા તરીકેની જવાબદારીમાં બહુ સમાધાનો ન કરવાં  પડે તેવો  રોલ શરુઆતમાં  સ્વીકારશે. કેટરિનાના અનેક સમકાલીન કલાકારો ઓટીટી સ્પેસને અપનાવી  ચૂક્યા છે પરંતુ હજુ  સુધી કેટરિનાએ કોઈ ઓટીટી પ્રોજેક્ટ કર્યો નથી. આથી તે  આ ક્ષેત્રમાં ડેબ્યૂ કરવા ઈચ્છે છે. 

કેટરિના છેલ્લે વિજય સેતુપતિ સાથેની ફિલ્મ ‘જસ્ટ મેરીડ’માં દેખાઈ હતી. આ ફિલ્મ ૨૦૨૪માં રીલિઝ થઈ હતી. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤