લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

ઓમાન દરિયાની અધવચ્ચે 14 ભારતીયોને લઈ જતી હોડી પલટી, અમેરિકન વિમાનની મદદથી તમામ સુરક્ષિત | 14 Indian Nationals Rescued Near Oman Sea After Boat Capsize With US Navy Air Support

by

Thenewsdk

Updated: 14-06-2026, 04.23 PM

Follow us:

ઓમાન દરિયાની અધવચ્ચે 14 ભારતીયોને લઈ જતી હોડી પલટી, અમેરિકન વિમાનની મદદથી તમામ સુરક્ષિત | 14 Indian Nationals Rescued Near Oman Sea After Boat Capsize With US Navy Air Support



Oman Sea Boat Capsize : ઓમાનના તટ નજીક દરિયામાં એક મોટી દુર્ઘટના ટળી છે. 14 ભારતીય નાગરિકોને લઈ જઈ રહેલી એક હોડી અચાનક ડૂબવા લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ અમેરિકી નૌસેના, ભારતીય નૌસેના અને નજીકથી પસાર થઈ રહેલા એક વેપારી જહાજે સંયુક્ત રીતે બચાવ અભિયાન શરૂ કર્યું હતું. સમયસર કરાયેલી આ કાર્યવાહીને કારણે તમામ 14 ભારતીયોને લાઈફ રાફ્ટ દ્વારા સુરક્ષિત બચાવી લેવાયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટના ઓમાનના રાસ અલ હદ્દથી અંદાજે 80 નોટિકલ માઈલ પૂર્વમાં બની હતી.

ભારતીય દૂતાવાસે ટ્વિટ કરી આપી વિગત

મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને આ ઘટનાની સત્તાવાર માહિતી આપી છે. દૂતાવાસના જણાવ્યા અનુસાર, ઓમાનના તટ નજીક અકસ્માતનો ભોગ બનેલી આ હોડી ભારતીય ધ્વજ ધરાવતી એક મિકેનાઇઝ્ડ સેલિંગ બોટ છે, જેનું નામ ‘વિરાટ-1’ છે. આ બોટ પર 14 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હોવાની માહિતી મળી છે.

એન્જિનમાં ખામી સર્જાતા વધી મુશ્કેલી

નવી સામે આવેલી વિગતો અનુસાર, આ નૌકાના એન્જિનમાં ખામી સર્જાવાના કારણે આખી કટોકટી ઊભી થઈ હતી. બોટમાં ખામી સર્જાતા જ ક્રૂ મેમ્બર્સ આખરે સુરક્ષિત રીતે લાઈફ રાફ્ટમાં સ્થાનાંતરિત થઈ ગયા હતા. હાલમાં ઓમાનના સત્તાધીશોના સંકલન હેઠળ, આસપાસના જહાજો દ્વારા બચાવ અને રાહત કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.

અમેરિકી અને ભારતીય નૌસેનાની તાત્કાલિક કાર્યવાહી

મીડિયા અહેવાલો અનુસાર, 14 જૂનની સવારે અમેરિકી નૌસેનાને ભારતીયો સવાર હોવાની અને નૌકા ડૂબવાના જોખમ અંગેની માહિતી મળી હતી. તે પછી અમેરિકી નેવીએ અધિકારીઓ અને ભારતીય નૌસેનાને તાત્કાલીક માહિતી આપી હતી. અમેરિકી નૌસેનાના વિમાને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સમુદ્રમાં લાઈફ રાફ્ટ ફેંક્યા હતા, જેના કારણે તમામ ભારતીયો સુરક્ષિત રીતે પહોંચી શક્યા હતા. આ સાથે ભારતીય નૌસેનાના જહાજોને પણ વધારાની મદદ માટે ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા.

એન્જિનમાં ખામી સર્જાઈ હતી

નવી સામે આવેલી વિગતો અનુસાર, આ નૌકાના એન્જિનમાં ખામી સર્જાવાના કારણે આખી કટોકટી ઊભી થઈ હતી, જેના પગલે ક્રૂ મેમ્બર્સ આખરે સુરક્ષિત રીતે લાઈફ રાફ્ટમાં સ્થાનાંતરિત થઈ ગયા હતા. હાલમાં ઓમાનના સત્તાધીશોના સંકલન હેઠળ, આસપાસના જહાજો દ્વારા બચાવ અને રાહત કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.

વેપારી જહાજ પણ તાત્કાલીક મદદે આવ્યું

આ બચાવ કામગીરીમાં સોહારથી મુંબઈ જઈ રહેલા સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના ધ્વજવાળા વેપારી જહાજ ‘એમવી જબલ અલી-9’ એ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. ઘટનાસ્થળની નજીક હાજર હોવાથી, અમેરિકી વિમાનની વિનંતી પર આ જહાજે તાત્કાલિક પોતાનો રૂટ બદલ્યો હતો. વેપારી જહાજે બચાવ કામગીરીમાં જોડાઈને પુષ્ટિ કરી હતી કે, તમામ ભારતીયો લાઈફ રાફ્ટમાં સુરક્ષિત રીતે પહોંચી ગયા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤