લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel prices india suresh gopi crude oil supply review

by

Thenewsdk

Updated: 14-06-2026, 11.37 AM

Follow us:

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel prices india suresh gopi crude oil supply review



Fuel Prices India: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. એક તરફ જ્યાં મિડલ ઈસ્ટમાં હવે શાંતિની આશા દેખાઈ રહી છે ત્યારે ભારતમાં ઈંધણના ભાવમાં ફેરફાર થશે કે નહીં તે અંગે હજુ અસમંજસની સ્થિતિ છે. એવામાં કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ મોટું નિવેદન આપ્યું છે. 

ક્રૂડ ઓઈલની સપ્લાયના આધારે નક્કી કરાશે પેટ્રોલ અને ડીઝલના ભાવ

મોંઘવારી પાછળ પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના સપ્લાયમાં આવેલી અડચણો જવાબદાર કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ રવિવારે સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં ઇંધણના ભાવ શું રહેશે, તેનો આધાર વૈશ્વિક બજારમાં કાચા તેલની ઉપલબ્ધતા પર રહેશે.

રવિવારે પત્રકારો સાથેની વાતચીતમાં જ્યારે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીને પૂછવામાં આવ્યું કે શું આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કે ઘટાડો થઈ શકે છે? ત્યારે તેમણે જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિનું આકલન કાચા તેલના સપ્લાયના આધારે કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આપણને ક્રૂડ ઓઈલનો સપ્લાય કેવો મળે છે તે પહેલા જોવા દો. આપણી પાસે સંબંધિત કેબિનેટ મંત્રી હરદીપ સિંહ પુરી છે. સપ્લાયનો રિપોર્ટ આવવા દો, પછી નિર્ણય લેવાશે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤