લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

સોનુ નિગમને ગંભીર બીમારી થવા છતાં શૉ કેન્સલ ના કર્યો, કહ્યું – ખૂબ જ પીડા થાય છે… | sonu nigam reveals battling painful health condition undergoing medical treatment

by

Thenewsdk

Updated: 17-06-2026, 02.32 PM

Follow us:

સોનુ નિગમને ગંભીર બીમારી થવા છતાં શૉ કેન્સલ ના કર્યો, કહ્યું – ખૂબ જ પીડા થાય છે… | sonu nigam reveals battling painful health condition undergoing medical treatment



photo 1781686973602

Sonu Nigam Health Update: બોલિવૂડના ફેમસ સિંગર સોનુ નિગમે એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે. સિંગરે ખુલાસો કર્યો કે, હું એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યો છું. અસહ્ય દુ:ખાવામાં હોવા છતાં તે પોતાની પ્રોફેશનલ કમિટમેન્ટ્સ નથી ભૂલ્યો. આવો જાણીએ સોનુ નિગમને શું થયું છે અને હાલ તેમની હેલ્થ કેવી છે.

દર્દમાં સોનુ નિગમ

સોનુ નિગમે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને મુંબઈમાં યોજાનારા લાઈવ પરફોર્મન્સ પહેલા પોતાની તબિયત અંગે વાત કરી હતી. તેણે જણાવ્યું કે, ‘હું પિન્ચ્ડ નર્વ (દબાયેલી નસ)ની સમસ્યાથી પીડાઈ રહ્યો છું. હું છેલ્લા એક અઠવાડિયાથી આ સમસ્યાને સમજવા માટે અનેક મેડિકલ ટેસ્ટ કરાવી રહ્યો છું.’

પોતાની હેલ્થ વિશે વાત કરતા સિંગરે કહ્યું કે, મારી નસ દબાઈ ગઈ છે. હું એક અઠવાડિયાથી MRI અને CT સ્કેન કરાવી રહ્યો છું અને ઘણી બધી દવાઓ લઈ રહ્યો છું. સિંગરે સારવાર દરમિયાન થતા અસહ્ય દુ:ખાવા વિશે પણ જણાવ્યું. સોનુ નિગમના જણાવ્યા પ્રમાણે તેમના ફિઝિયોથેરાપી સેશન્સ ખૂબ જ પીડાદાયક રહ્યા છે અને હાલ તે આ દુ:ખાવામાંથી રાહત મેળવવા માટે પેઈન કિલર્સ લઈ રહ્યો છે.

ગંભીર બીમારી થવા છતાં શૉ કેન્સલ ના કર્યો

તેમણે કહ્યું કે, ફિઝિયોથેરાપી ખૂબ જ પીડાદાયક હતી. હું અત્યારે દુ:ખાવાની દવાઓ લઈ રહ્યો છું, જેના કારણે મારો અવાજ પણ થોડો ભારે થઈ ગયો છે. અસહ્ય દુખાવામાં હોવા છતાં સોનુ નિગમે સ્પષ્ટ કર્યું કે મારો આગામી કૉન્સર્ટ રદ કરવાનો કોઈ ઈરાદો નથી. હું ઘણા સમય પછી સ્ટેજ પર પર્ફોર્મ કરવા જઈ રહ્યા છું અને કોઈ પણ સંજોગોમાં પર્ફોર્મ કરીશ જ. તેમણે એ પણ જણાવ્યું કે સ્નાયુઓને આરામ આપવા માટે (મસલ રિલેક્સન્ટ) જે દવા આપવામાં આવી છે, તેના કારણે મારા ગળા પર પણ અસર થઈ છે. એક સિંગર માટે લાઈવ શૉ પહેલા અવાજમાં ભારેપણાની સમસ્યા આવવી એ ચિંતાજનક બાબત છે.

આ પણ વાંચો: રાજકારણમાં ભૂકંપ, ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, 6 બળવાખોર સાંસદોનો લોકસભા સ્પીકરને પત્ર

સોનુ નિગમે ચાહકોને ખાતરી આપી કે ભલે ગમે તે થાય, હું પરફોર્મ કરવાનું ચાલુ રાખીશ. સોનુ નિગમનો વીડિયો જોયા બાદ ચાહકો તેના જલદીથી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ચાહકો તેને પરફોર્મ કરવા માટે હિંમત આપી રહ્યા છે.





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤