લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

‘કુમકુમ ભાગ્ય’ ફેમ જાણીતી ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ કેમ કર્યો આપઘાત? પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો | tv actress sanchita ugale Self destruction case police reveal depression reason

by

Thenewsdk

Updated: 16-06-2026, 10.38 PM

Follow us:

‘કુમકુમ ભાગ્ય’ ફેમ જાણીતી ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ કેમ કર્યો આપઘાત? પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો | tv actress sanchita ugale Self destruction case police reveal depression reason



photo 1781629692457

Sanchita Ugale Self-destruction Case: ‘કુમકુમ ભાગ્ય’ ફેમ જાણીતી ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ 14 જૂનની સાંજે ફાંસી લગાવી આપઘાત કર્યો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને આત્મહત્યા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસની તપાસ કરી રહેલા અચોલે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, સંચિતા ઉગલે માનસિક રીતે અસ્વસ્થ હતી અને ડિપ્રેશનથી પીડાતી હતી. તે મનોચિકિત્સક પાસે સારવાર લઈ રહી હતી.

પોલીસે જણાવ્યું કે, સંચિતા ઉગલેને કામ મળી રહ્યું ન હતું. ભવિષ્યમાં તેને કામ મળશે કે નહીં તે અંગે તે ખૂબ જ ચિંતિત હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા માતાપિતા અને સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી છે અને સંચિતા જેમની સાથે કામ કરતી હતી તેમની સાથે વધુ તપાસ કરવામાં આવશે. 14 જૂનના રોજ સંચિતાનો મૃતદેહ નાલાસોપારા પૂર્વના અચોલે ગામમાં સાંઈ સંતોષી બિલ્ડિંગમાં તેના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસ મૃત્યુના કારણના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

સુશાંત સિંહ રાજપૂત સાથેના સંબંધો વિશે પોલીસે શું કહ્યું?

સંચિતાએ આત્મહત્યા કેસને લોકોએ સુશાંત સિંહ રાજપૂત સાથે જોડવાનું શરૂ કર્યું છે. કારણ કે સુશાંતનું મૃત્યુ પણ 2020માં 14 જૂને થયું હતું. જો કે, તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે, જે લિંક જોડવામાં આવી રહી છે એ ખોટું છે. તપાસમાં હજુ સુધી બીજી કોઈ કડી મળી નથી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤