લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા છ ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ ક્યાં કેટલો પડ્યો? | gujarat rain update heavy rainfall in balasinor mahisagar central north gujarat

by

Thenewsdk

Updated: 18-06-2026, 08.21 AM

Follow us:

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા છ ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ ક્યાં કેટલો પડ્યો? | gujarat rain update heavy rainfall in balasinor mahisagar central north gujarat


ફાઈલ તસવીર 


Gujarat Rain Update Latest News: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ પોણા 6 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત અરવલ્લી, ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે ગરમીથી રાહત મળવાની સાથે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

ક્યાં કેટલો વરસાદ?

સરકારી આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ 147 મીમી (5.79 ઇંચ) વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અરવલ્લી જિલ્લાના ભિલોડામાં 75 મીમી (2.95 ઇંચ) અને ધનસુરામાં 66 મીમી (2.60 ઇંચ) વરસાદ પડ્યો છે, જ્યારે સાઠંબા, બાયડ અને મોડાસામાં પણ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહ્યો છે. બીજી તરફ, ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં 57 મીમી અને કપડવંજમાં 55 મીમી વરસાદ ખાબક્યો છે. નડિયાદ, મહુધા અને કઠલાલમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

આ ઉપરાંત અન્ય વિસ્તારોની વાત કરીએ તો, મહેસાણાના સતલાસણા તાલુકામાં 73 મીમી (2.87 ઇંચ) અને ખેરાલુમાં 20 મીમી વરસાદ નોંધાયો છે. વડોદરાના દેસરમાં 53 મીમી, જ્યારે પંચમહાલના ઘોઘંબામાં 52 મીમી અને જાંબુઘોડામાં 51 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ ગોધરા અને હાલોલમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. છોટાઉદેપુરના કડવાલમાં 49 મીમી વરસાદ થયો છે, જ્યારે દાહોદના દેવગઢબારિયા અને ધાનપુરમાં ધીમી ધારે વરસાદ થયો હતો.

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા છ ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ ક્યાં કેટલો પડ્યો? 3 - image



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤