
– આલ્ફામાં હૃતિકનો કેમિયો કન્ફર્મ થયો
– આલિયાએ પહેલાં ટ્રેલરમાં શર્વરીની સ્પેસ કાપી પછી પોતે જ પોસ્ટ કરી ટોન્ટ માર્યાની ટીકા
મુંબઈ : બુધવારે ‘આલ્ફા’નું ટ્રેલર રિલિઝ થતાં જ શર્વરી વાઘ અને આલિયા ભટ્ટના ચાહકો સોશ્યલ મિડિયા પર સામસામે આવી ગયા હતા. ટ્રેલરમાં શર્વરી વાઘને ઓછી સ્પેસ ફાળવવામાં આવી હોવાનું જણાતાં ચાહકોએ આક્ષેપ કર્યો હતો કે શર્વરીને જાણી જોઇને સાઇડ લાઇન કરી આલિયાને વધારે સ્ક્રિન સ્પેસ આપવામાં આવી છે.
મામલો તૂલ પકડે તે પહેલાં જ આલિયા ભટ્ટે શર્વરી સાથે એકસમાન ટી શર્ટ અને જિન્સ પહેરેલી તસવીર મુકી મજાક કરી હતી કે ક્યાં છે શર્વરી? અને શર્વરીએ પણ મજાકિયા અંદાજમાં પ્રેઝન્ટ મિસ કહી કોમેન્ટ સેક્શનનો માહોલ પલટી નાંખ્યો હતો.


Leave a Comment