VivaTech 2026 : ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજિત વાઇવાટેક 2026 (VivaTech 2026) ઇવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેકનોલોજીને લઈને કેટલીક મહત્વની વાતો કહી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ટેકનોલોજીનો સાચો ફાયદો ત્યારે જ છે, જ્યારે તે બધા સુધી પહોંચે.’
ટેકનોલોજી સાર્વત્રિક હોવી જરૂરી : PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, ‘ભારત માટે AIનો અર્થ ઓલ ઇન્ક્લુઝિવ એટલે કે એવી ટેકનોલોજી જે દરેક વ્યક્તિના કામમાં આવે.’ તેમણે ઉમેર્યું કે ઇનોવેશન જરૂરી છે, પરંતુ તેનાથી પણ વધુ જરૂરી એ છે કે લોકોને તે ટેકનોલોજી સુધી પહોંચ મળે. જો ટેકનોલોજી માત્ર થોડા દેશો કે કંપનીઓ સુધી જ સીમિત રહી જાય, તો તેનો ફાયદો વિશ્વને પૂરી રીતે મળી શકતો નથી.
‘ભારતમાં મોટા પાયે ટેકનોલોજીનો ઉપયોગ’
વડાપ્રધાન મોદીએ ભારતની ડિજિટલ શક્તિનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘દુનિયાના કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો લગભગ અડધો ભાગ એકલું ભારત કરી રહ્યું છે. આ બાબત દર્શાવે છે કે ભારત ખૂબ મોટા પાયે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે અને તેને સામાન્ય લોકો સુધી પહોંચાડી રહ્યું છે.’
India believes that in this era of disruption, technology must deliver for all.
– Hon’ble PM Shri @narendramodi Ji pic.twitter.com/eEajeOLz7N
— Nitin Nabin (@NitinNabin) June 18, 2026
‘AI માત્ર થોડા લોકો પૂરતું મર્યાદિત ન રહે’
તેમણે વધુમાં કહ્યું કે, ‘ટેકનોલોજી પ્રગતિ લાવી શકે છે, પરંતુ તેના માટે તે દરેક માટે ઉપલબ્ધ હોવી જરૂરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ લોકોની જિંદગી સારી બનાવવા, વિકાસ વધારવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે થવો જોઈએ. વાઇવાટેક 20કે6 માં ભારતની ભાગીદારી આ જ વિચારસરણી દર્શાવે છે. ભારત ઈચ્છે છે કે AI માત્ર થોડા લોકો પૂરતું મર્યાદિત ન રહે, પણ દરેક માટે કામ કરે.’
ટ્રમ્પના આદેશ બાદ બે AI મોડલ બંધ
બીજી તરફ, તાજેતરમાં જ અમેરિકી કંપની એન્થ્રોપિકએ એડવાન્સ AI મોડલ ફેબલ 5 અને મિથોસ 5 વિદેશી યુઝર્સ માટે બંધ કરી દીધા છે. આ નિર્ણય અમેરિકાની ટ્રમ્પ સરકારના આદેશ બાદ લેવામાં આવ્યો છે. આ ઘટના પછી દુનિયાભરમાં AIની સુલભતાને લઈને ચર્ચા તેજ થઈ ગઈ છે.
ભારતમાં વિશ્વનું સૌથી મોટું ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ : વડાપ્રધાન
વડાપ્રધાને એમ પણ કહ્યું કે, ‘છેલ્લા 10 વર્ષમાં ભારતમાં ટેકનોલોજીના માધ્યમથી ખૂબ ઝડપી બદલાવ આવ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ ઓળખ સિસ્ટમ અને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ભારતમાં જ છે, જેનો ઉપયોગ ફાઇનાન્સ, શિક્ષણ, હેલ્થ અને ખેતી જેવા અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે.’
‘ઈનોવેશન જ નવો રસ્તો બતાવશે’
તેમણે 2021ની ઇવેન્ટને યાદ કરતા કહ્યું કે, ‘તે સમયે દુનિયા કોવિડ જેવી મોટી કટોકટીનો સામનો કરી રહી હતી. ત્યારે પણ મેં કહ્યું હતું કે જ્યાં જૂની વિચારસરણી કામ નથી કરતી, ત્યાં ઇનોવેશન નવો રસ્તો બતાવે છે. આજે પણ દુનિયા અલગ પ્રકારના પડકારોમાંથી પસાર થઈ રહી છે.’
ભારતમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ
સ્ટાર્ટઅપ્સ વિશે પીએમ મોદીએ જણાવ્યું કે, ‘ભારતમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ છે અને આ દુનિયાની સૌથી સક્રિય સિસ્ટમમાંની એક છે.’ તેમણે લોકોને ભારતના પેવેલિયનની મુલાકાત લેવા અપીલ કરી હતી, જ્યાં 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન, જેનેટિક થેરાપી, કેન્સરની ઓળખ કરતા AI ટુલ્સ, સાયબર સિક્યોરિટી અને રોબોટિક્સ જેવી અદ્યતન ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવી છે.



Leave a Comment