લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ન્યુ અલકાપુરીમાં મહિલાને પદાર્થ સૂંઘાડી બે ગઠિયા રૃ. 9 હજાર અને સોનાની બુટ્ટી કાઢી ફરાર | two thugs cheated woman in new alkapuri

by

Thenewsdk

Updated: 21-06-2026, 02.30 AM

Follow us:

ન્યુ અલકાપુરીમાં મહિલાને પદાર્થ સૂંઘાડી બે ગઠિયા રૃ. 9 હજાર અને સોનાની બુટ્ટી કાઢી ફરાર | two thugs cheated woman in new alkapuri



વડોદરાઃ શહેરના ભાયલી વિસ્તારમાં સવારના સમયે એક મહિલાને વાતોમાં ફસાવી બે ગઠિયા કાનની બુટ્ટી અને રોકડા રૃ.૯ હજાર લૂંટી ફરાર થઇ ગયા હતા.

ભાયલીની અર્બન રેસિડેન્સી-૪ ખાતે રહેતા અને રસોઇ કામ કરતા વિલાસબેન ચૌહાણે પોલીસને કહ્યું છે કે,ગઇકાલે સવારે હું રસોઇ કામ કરીને પગારના રૃ.૯હજાર લઇ બીજે કામ કરવા જતી હતી ત્યારે સફેદ કપડાં પહેરેલ યુવક આવ્યો હતો અને તેણે મારાથી ટીવી તૂટી જતાં શેઠે કાઢી મૂક્યો છે..પગાર પણ આપ્યો નથી,સુરત જવું છે..તેમ કહેતાં મેં તેને રૃ.૫૦૦ આપ્યા હતા.

યુવકે આ નોટ અસલી છે કે નહિ તે ચેક કરી હતી.ત્યારપછી મેં તેને બીજી નોટો  પણ ચેક કરવા આપી હતી.આ વખતે પીળો શર્ટ પહેરેલ  બીજો સાગરીત આવ્યો હતો અને તેણે કોઇ પદાર્થ સૂંઘાડી નોટો લઇ લીધી હતી. આ યુવકે મારા કાનની અડધા તોલાની  સોનાની બુટ્ટી પણ કાઢી રૃમાલમાં મૂકી હતી.ત્યારબાદ મેં રૃમાલ જોતાં રૃપિયા કે બુટ્ટી કાંઇ નહતું.જેથી તપાસ કરતાં બંને યુવકો નજરે પડયા નહતા.ગોત્રી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤