લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

વૈભવે મેદાન ધ્રૂજાવ્યું: એક પણ સિંગલ વિના અર્ધ સદી, 10 ચોગ્ગા, 8 છગ્ગા… 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો | ind a vs sl a final live score vaibhav suryavanshi batting updates

by

Thenewsdk

Updated: 21-06-2026, 11.03 AM

Follow us:

વૈભવે મેદાન ધ્રૂજાવ્યું: એક પણ સિંગલ વિના અર્ધ સદી, 10 ચોગ્ગા, 8 છગ્ગા… 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો | ind a vs sl a final live score vaibhav suryavanshi batting updates



photo 1782021604919

Vaibhav Suryavanshi Smashes 94 Off 29 Balls in Dambulla : 21 જૂનનો દિવસ ક્રિકેટ પ્રેમીઓ માટે રોમાંચક બની ગયો છે. રંગીરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત-એ અને શ્રીલંકા-એ વચ્ચે ટ્રાઈ સિરીઝની ફાઈનલ જંગ ખેલાઈ રહી છે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ટોસ જીતીને શ્રીલંકા-એ એ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે દબાણ સૌથી વધુ હોય, ત્યારે જ સાચો હીરો બહાર આવે છે. ટ્રાઈ-સિરીઝની ફાઈનલ મેચમાં કંઈક આવો જ નજારો જોવા મળ્યો છે. 

વૈભવ સૂર્યવંશીએ માત્ર 11 બોલમાં ફિફ્ટી ફટકારી

ભારતીય ટીમની શરૂઆત એટલી આક્રમક રહી કે ટીમે માત્ર 3 ઓવરમાં જ 50 રનનો આંકડો પાર કરી લીધો હતો. વૈભવ સૂર્યવંશીએ મેદાનના ચારેય ખૂણે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. મેચની ત્રીજી ઓવરમાં શ્રીલંકન બોલર મોહમ્મદ શિરાજ સામે વૈભવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને 3 છગ્ગા તથા 2 ચોગ્ગાની મદદથી એક જ ઓવરમાં 26 રન ઝૂડી કાઢ્યા હતા.

324ના સ્ટ્રાઈક રેટથી 94 રન ફટકારી આઉટ થયો વૈભવ

વૈભવની આ આક્રમક બેટિંગ અહીં જ ન અટકી, તેણે માત્ર 11 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી, જેમાં 5 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ હતા. વૈભવ સૂર્યવંશી કમનસીબે પોતાની સદી ચૂકી ગયો હતો અને 29 બોલમાં 94 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને આઉટ થયો હતો. આ ઈનિંગ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 324નો હતો અને તેણે કુલ 10 ચોગ્ગા તથા 8 છગ્ગા ફટકાર્યા હતા. તેને શ્રીલંકન કેપ્ટન સહાન અરાચિગેએ આઉટ કર્યો હતો. વૈભવ જ્યારે આઉટ થયો ત્યાં સુધીમાં ભારત-એ ટીમના 2 વિકેટ પડી ચૂકી હતી. 

ટ્રાઈ સિરીઝની વાત કરીએ તો, ભારતીય ટીમ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહીને ફાઈનલમાં પ્રવેશી હતી, જ્યારે શ્રીલંકા-એ 6 પોઈન્ટ સાથે ટેબલ ટોપર તરીકે ફાઈનલમાં પહોંચી હતી. આ ટુર્નામેન્ટમાં બંને ટીમો ત્રીજીવાર સામસામે છે. આ પહેલા રમાયેલી બે મેચોમાં બંને ટીમો 1-1 થી બરાબરી પર હતી.

એક પણ સિંગલ લીધા વગર ફિફ્ટી!

આ મેચમાં વૈભવ સૂર્યવંશી અલગ જ મૂડમાં મેદાન પર ઉતર્યો હતો. તેણે શ્રીલંકન બોલરોની લાઇન અને લેન્થ સંપૂર્ણપણે બગાડી નાખી હતી. વૈભવે માત્ર 11 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, અડધા સદીના આંકડા સુધી પહોંચવા માટે તેણે એક પણ સિંગલ રન લીધો ન હતો! 

તોડી નાખ્યો 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ

વૈભવ સૂર્યવંશી હવે લિસ્ટ-એ (List-A) ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટર બની ગયો છે. આ સાથે જ તેણે શ્રીલંકાના કૌશલ્યા વીરારત્નેનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વીરારત્નેએ 1 નવેમ્બર 2005ના રોજ રાગામા ક્રિકેટ ક્લબ તરફથી રમતા કુરુનેગલા યુથ ક્રિકેટ ક્લબ સામે માત્ર 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. વૈભવે આ રેકોર્ડ તોડીને માત્ર 11 બોલમાં કારનામો કરી બતાવ્યો છે.

ભારતના સરફરાઝ ખાનનો રેકોર્ડ પણ ધ્વસ્ત 

આ ઉપરાંત, વૈભવે મુંબઈના સ્ટાર બેટર સરફરાઝ ખાનના નામે રહેલો ભારતીય રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. સરફરાઝ ખાને વિજય હઝારે ટ્રોફીની ગત સીઝનમાં પંજાબ સામે માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી હતી, જેને વૈભવે આસાનીથી પાછળ છોડી દીધી છે.

સૌથી ફાસ્ટેસ્ટ સદીના વર્લ્ડ રેકોર્ડથી ચૂક્યો

વૈભવ સૂર્યવંશી આ મેચમાં થોડો અનલકી પણ રહ્યો હતો અને શતકથી માત્ર 6 રન દૂર રહી ગયો હતો. તેણે માત્ર 29 બોલનો સામનો કરીને 324.14ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટ સાથે 94 રન બનાવ્યા હતા, જેમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ હતા. વૈભવ જો સદી પૂરી કરી લેત, તો તે લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લેત.

હાલમાં લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર-મેકગર્કના નામે છે, જેણે ઓક્ટોબર 2023માં સાઉથ ઓસ્ટ્રેલિયા તરફથી રમતા તાસ્માનિયા સામે માત્ર 29 બોલમાં સદી ફટકારી હતી.

હવે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂની તૈયારી!

આ ટ્રાઈ-સિરીઝમાં તમામ ક્રિકેટ ફેન્સની નજર વૈભવ સૂર્યવંશી પર ટકેલી હતી. ટૂર્નામેન્ટની શરૂઆતની 4 મેચોમાં તે ખાસ કમાલ નહોતો કરી શક્યો અને કુલ 117 રન જ બનાવી શક્યો હતો. પરંતુ ફાઇનલ જેવા મોટા મુકાબલામાં તેણે અસલી ક્લાસ બતાવ્યો. આ શાનદાર પ્રદર્શન બાદ હવે વૈભવ ભારતની આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ ટૂર પર જવાનો છે, જ્યાં તેનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ લગભગ પાક્કું માનવામાં આવી રહ્યું છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤