લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

વસ્તી ગણતરીનો સ્ટાફ બની બે વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડયો | Census staff nabs absconding accused for two years

by

Thenewsdk

Updated: 22-06-2026, 02.30 AM

Follow us:

વસ્તી ગણતરીનો સ્ટાફ બની બે વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડયો | Census staff nabs absconding accused for two years



પાદરા.તા ૨૧ છેલ્લા બે વર્ષથી દારૃના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ વસ્તી ગણતરીનો સ્ટાફ બની હતી અને આખરે આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડયો હતો.

 પાદરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૪માં દારૃનો ગુનો નોંધાયો હતો જેમાં આરોપી સુરેન્દ્રગીરી ગોરધનગીરી ગોસ્વામી (રહે.રાજીવ મંગરા પુંજલા, જોધપુર,રાજસ્થાન)નું નામ ખૂલ્યા બાદ છેલ્લા બે વર્ષથી પોલીસ પકડથી દૂર  હતો. પાદરા પોલીસે તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.

દરમિયાન તે પોતાના વતનમાં જ હોવાની માહિતી મળી હતી અને પોલીસે  સોશ્યલ મીડિયા એકાઉન્ટ, મોબાઇલ નંબરથી લોકેશન મેળવ્યુ હતુ. તપાસમાં આરોપી જોધપુરના મંગરા પુંજલા વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસની એક ટીમ રાજસ્થાન રવાના થઈ હતી.

જોધપુર પહોંચ્યા બાદ આરોપીનું  સરનામું શોધવું પડકારજનક બન્યું હતું કારણ કે વિસ્તારમાં મોટી સંખ્યામાં સમાન પ્રકારના મકાનો આવેલા હતા. ત્યારે પોલીસ કર્મચારીઓએ વસ્તી ગણતરીના કર્મચારીઓ તરીકે કામગીરી કરી આશરે ૮ થી ૧૦ મકાનોની ચકાસણી બાદ આરોપીના મકાન સુધી પહોંચી હતી. પોલીસે વસ્તી ગણતરીના બહાને દરવાજો ખખડાવતા આરોપી બહાર આવ્યો હતો. તેની ઓળખની ખાતરી થતાં જ તેને ઝડપી લેવાયો હતો.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤