લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

સરકારી કચેરીમાંથી દસ્તાવેજો નહીં મળતા પોલીસ તપાસ અટકી ગઇ | Police investigation stalled after documents were not received from government offices

by

Thenewsdk

Updated: 22-06-2026, 02.30 AM

Follow us:

સરકારી કચેરીમાંથી દસ્તાવેજો નહીં મળતા પોલીસ તપાસ અટકી ગઇ | Police investigation stalled after documents were not received from government offices



 વડોદરા,માંજલપુરની ટેન્સાઇલ સ્ટીલ કંપનીના વિવાદમાં ગુનો નોંધાયા પછી ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. દસ્તાવેજોના આધારે જ આ ગુનાની તપાસ હોઇ પોલીસે અલગ – અલગ સરકારી ડિપાર્ટમેન્ટમાથી દસ્તાવેજોની માગણી કરી છે. પરંતુ,  હજીસુધી  દસ્તાવેજો નહીં મળતા  પોલીસની તપાસ અટકી પડી છે.

માંજલપુર વિસ્તારમાં આવેલી અને વર્ષોથી બંધ પડેલી  ટેન્સાઇલ સ્ટીલ કંપનીમાં ૮૭ ટકા શેરનો હિસ્સો ધરાવતા સંજય પટેલે બોગસ લીઝ ડીડને આધારે ૧૦ કરોડ લઇ જમીન ભાડે આપી દેવાના કારસા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ડીડ  બનાવવા બદલ ટેન્સાઇલ કંપનીના પૂર્વ ડાયરેક્ટર અમિત મુકેશભાઇ શાહ,જમીન લીઝ પર લેનાર અમદાવાદના શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીન,ટેન્સાઇલના ડાયરેક્ટર કિશોર સુરતવાલા અને જમીનનો કબજો લેવા માણસો સાથે ધાક ધમકી  આપનાર જૈમિન ગાંધી સહિત આઠ જણા સામે ગુનો નોંધ્યો હતો. આ  કેસમાં પાંચ આરોપીઓ પકડાઇ ગયા છે. પરંતુ, અમિત શાહ અને ભાવેશ અમીન પકડાતા નથી. આ ગુનાની તપાસમાં દસ્તાવેજો મહત્વના  છે. આ જમીન પર સરકારી લેણુ બાકી પડે છે કે કેમ, અત્યારસુધી થયેલા કરોડોના વ્યવહારમાં સરકારમાં કોઇ રકમ જમા કરાવી છે કે કેમ, તેમજ આ કંપનીમાં કોણ ક્યારે ડાયરેક્ટર હતા, ક્યારે રાજીનામુ આપ્યું તેમજ હાલમાં ડાયરેક્ટર કોણ છે, તેની વિગતો મેળવવા પોલીસે  રેવન્યુ ડિપાર્ટમેન્ટ તથા આર.ઓ.સી.માં લેટર લખ્યા હતા. પરંતુ, હજી કોઇ દસ્તાવેજો આવ્યા નથી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤