લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિયો 95 નીચે | market updates sensex jumps gold silver rise crude oil drops

by

Thenewsdk

Updated: 22-06-2026, 10.27 AM

Follow us:

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિયો 95 નીચે | market updates sensex jumps gold silver rise crude oil drops



photo 1782104252401


Market Updates : આજે શેરબજારમાં અને સોના-ચાંદીની કિંમતોમાં હરિયાળી જોવા મળી રહી છે. જ્યારે ક્રૂડ ઓઇલની કિંમતો પણ 80 ડૉલરની નીચે તો ડૉલર સામે રૂપિયો 95ના લેવલ નીચે ચાલી રહ્યો છે જે એક સારા સંકેત માનવામાં આવી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવ નીચા રહેવાથી આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાના સારા સંકેત મળી રહ્યા છે. 

સેન્સેક્સમાં 447 પોઇન્ટનો ઉછાળો 

શેરબજારમાં વેપારના નવા અઠવાડિયાની શરૂઆતના દિવસ સોમવારે સેન્સેક્સમાં આજે શાનદાર ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ જે શુક્રવારે 76,802.90 પોઈન્ટ પર બંધ થયો હતો તે આજે 77,249.27 પોઈન્ટ સુધી પહોંચી ગયો હતો એટલે કે આજે સેન્સેક્સમાં કુલ 447 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. 

નિફ્ટીમાં પણ 135 પોઈન્ટની તેજી 

જ્યારે નિફ્ટીની વાત કરીએ તો જે શુક્રવારે 24,013ની સપાટીએ ક્લૉઝ થયો હતો, તે આજે ઉછળીને 24,148ના હાઈ લેવલ સુધી પહોંચી ગયો હતો. આજે નિફ્ટીમાં કુલ 135 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. જેના કારણે રોકાણકારો ખુશખુશાલ દેખાયા હતા અને મોટાભાગના સ્ટૉક્સમાં તેજી નોંધાઈ હતી. 

આ પણ વાંચો: ‘ભારત વિરુદ્ધ યુદ્ધ છંછેડીશું..’, બિલાવલ ભુટ્ટો બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની પોકળ ધમકી

સોના-ચાંદીની કિંમતો વધી 

બીજી બાજુ કોમોડિટીના વાયદા બજારમાં પણ તેજી નોંધાઈ. શુક્રવારે ચાંદીની કિંમતો 2,33,185 પર બંધ થઇ હતી જે આજે 2,37,106ના લેવલે પહોંચી ગઈ હતી. એટલે કે ચાંદીમાં આજે કુલ એક જ દિવસમાં 3921 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો જે બાદ તે ઘટીને 2200 રૂપિયાના ઉછાળા સાથે 2,35,377ના લેવલે ટ્રેડ થઇ રહી હતી. જ્યારે સોનાની વાત કરીએ તો સોનું જે શુક્રવારે 1,47,203 રૂપિયાએ ક્લૉઝ થયું હતું તે આજે વધીને 1,47,987 રૂપિયાના લેવલે પહોંચ્યું હતું. એટલે કે સોનામાં આજે એક જ દિવસમાં 784 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. 

ક્રૂડ ઓઇલમાં કડાકો, ડૉલર સામે રૂપિયો 95ના લેવલ નીચે 

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાને લીધે ક્રૂડ ઓઇલના ભાવ 80 ડૉલરથી નીચે જ રહ્યા છે. આજનો ક્રૂડ ઓઇલનો ભાવ 78.81 ડૉલરે ચાલી રહ્યો છે જે 1.24 ડૉલર તૂટી ગયો છે. જ્યારે બીજી બાજુ ડૉલર સામે રૂપિયો પણ હાલ 95ના લેવલ નીચે છે જે 94.53 ના સ્તરે ટ્રેડ થઇ રહ્યો છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤