લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

સોના-ચાંદીના ભાવ ઉછળ્યા જ્યારે ક્રૂડ તેલના ભાવ વધ્યા પછી પ્રત્યાઘાતી ઘટયા | Gold and silver prices rose while crude oil prices rebounded after rising

by

Thenewsdk

Updated: 23-06-2026, 06.30 AM

Follow us:

સોના-ચાંદીના ભાવ ઉછળ્યા જ્યારે ક્રૂડ તેલના ભાવ વધ્યા પછી પ્રત્યાઘાતી ઘટયા | Gold and silver prices rose while crude oil prices rebounded after rising



photo 1782143904379

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી.  જો કે નવી માગ ધીમી હતી.  વિશ્વ બજાર ઉંચકાતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવુ વધતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની  ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં બજાર ભાવ આજે  ઉંચા જતા જોવા મળ્યા હતા. 

દરમિયાન, ચીનમાં સોનાની ઈમ્પોર્ટ મે મહિનામાં વધી ૧૬૩ થતાં બે વર્ષનો રેકોર્ડ તૂટયાના સમાચાર હતા. ત્યાં પાંચ મહિનામાં આવી આયાત ૭૬ ટકા વદી ૬૯૨ ટન થઈ છે. ત્યાં જુન મહિનાથી સોનાની નવી આયાત નીતિ અમલમાં આવ્યાના સમાચાર હતા. દરમિયાન વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૬૪.૯૦થી ૬૪.૯૧ વાળા વધી ઉંચામાં ભાવ ૬૭.૧૪ થઈ ૬૬.૨૭થી ૬૬.૨૮ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ઘટયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ઉંચામાં ૮૨.૩૦ ડોલર થયા પછી નીચામાં ભાવ ૭૮.૩૮ થઈ ૭૯.૦૭ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૮.૧૪ તથા નીચામાં ભાવ ૭૪.૬૩ થઈ ૭૫.૨૦ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૮૦૦ વધી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૪૬૭૨૦ તથા ૯૯૯ના રૂ.૧૪૭૩૧૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ રૂ.૩૮૦૦ વધી રૂ.૨૩૭૮૦૧ જીએસટી વગર રહ્યા હતા.

 વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૬૮૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૭૦ ડોલર રહ્યા હતા. જોકે વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ ૦.૨૫ ટકા નરમ હતા.  ઈરાન તથા અમેરિકા વચ્ચે ફાઈનલ  કરાર ૬૦ દિવસમાં થઈ જવાની શક્યતા જાણકારો  બતાવી રહ્યા હતા.   

ઈરાનના ક્રૂડ નિકાસકારોએ નવી નિકાસ ઓફર્સમાં ભાવ ઘટાડતાં બ્રેન્ટના ભાવ સામે ઈરાનના ક્રૂડના ભાવ બેરલના અઢીથી પાંચ ડોલર ડિસ્કાઉન્ટમાં  બોલાતા થયાના સમાચાર  મળ્યા હતા.દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦૦ વધી રૂ.૫૯૩૪૩ રહ્યા હતા.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤