કરબલાના
શહીદોની યાદમાં મહોરમ પર્વ મનાવાશે
તા.૨૫
અને ૨૬ બે દિવસ મહોરમ પર્વ મનાવાશે,
ઘોઘા બંદરે તમામ તાજીયા ટાઢા કરાશ
ભાવનગર
– કરબલાના શહીદોની યાદમાં મનાવાતા
મહોરમ પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાં ૩૪ અને જિલ્લાભરમાંથી કુલ ૧૨૮ કલાત્મક તાજીયા
તા.૨૫મીએ સાંજે પડમાં આવશે. આ તહેવારમાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સાથે બેઠકો
પણ યોજાઇ હતી.
મુસ્લીમ
બિરાદરોના પવિત્ર મહોરમ તહેવાર નિમિત્તે કરબલાના શહીદ હઝરત ઇમામહુસૈન અને
સાથીદારોની કરબલાના મેદાનમાં થયેલી સહાદતની યાદમાં આગામી તા.૨૫ અને ૨૬ ગુરૃવાર અને
શુક્રવારના બે દિવસ મહોરમ પર્વ મનાવવામાં આવશે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ
ભાવનગર શહેરના જુદા જુદા મુસ્લિમ વિસ્તારોમાંથી ૩૪ જેટલા તેમજ જિલ્લાભરમાંથી કુલ
૧૨૮ જેટલા કલાત્મક અને આકર્ષક તાજીયા જુલુસ નિકળશે જેમાં ખાસ કરીને તા.૨૫ને
ગુરૃવારે મોડી સાંજે તમામ તાજીયા પડમાં આવશે. જ્યારે મોડી રાત્રે તમામ તાજીયા તેના
રાબેતા રૃટ ઉપર સરઘસ આકારે આખી રાત ફરશે. તેમજ તા.૨૬ને શુક્રવારે આશુરાના દિવસે
સાંજે ફરીવાર તમામ તાજીયા તેના રૃટ ઉપર સરઘસ આકારે ફરશે અને રાત્રે ૧૦ કલાકે
તાજીયા ટાઢા કરાશે. ભાવનગર નજીકના ઘોઘા બંદરે તમામ તાજીયા ટાઢા કરવામાં આવશે.
અત્રે
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ભાવનગર શહેરમાંથી ૩૫ તેમજ જિલ્લામાં જુદા જુદા તાલુકાઓ જેમાં ખાસ
કરીને ઘોઘા-૧૩, વરતેજ-૪, વેળાવદર-૧,
સિહોર-૫, વલ્લભીપુર-૩, ઉમરાળા-૪,
પાલિતાણા ટાઉન-૩, પાલિતાણા રૃરલ-૩, જેસર-૧, ગારિયાધાર-૩, તળાજા-૭,
મહુવા ટાઉન-૩૧, મહુવા રૃરલ-૫, ખુટવડા-૯, બગદાણા-૧ સહિતના કુલ ૧૨૮ તાજીયા જુલુસ
નીકળશે.
આ
વર્ષે મહોરમ માસથી હિજરી સન ૧૪૪૮નો પ્રારંભ
ઇસ્લામી
કેલેન્ડર મુજબ પવિત્ર મહોરમ માસથી હીજરી સનનો પ્રારંભ થાય છે અને ઇસ્લામી નવા
વર્ષનો પણ પ્રારંભ થાય છે તે મુજબ આ વર્ષે હીજરી સન ૧૪૪૮નો પ્રારંભ થયો છે તે મુજબ
ગત તા.૧૦મી મહોરમ હીજરી સન ૬૧ના રોજ કરબલાના મેદાનમાં હઝરત ઇમામે હુસેન અને આપના
પરિવારજનો અને જાનિસાર સાથીદારોએ સહાદત વ્હોરી છે તે મુજબ આ વર્ષે ૧૩૮૭નું વર્ષ
મનાવવામાં આવશે.


Leave a Comment