લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes

by

Thenewsdk

Updated: 24-06-2026, 06.15 AM

Follow us:

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes



photo 1782230302277

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ બેતરફી વધઘટના અંતે ઉંચા બંધ રહેતાં રૂપિયો દબાણ હેઠળ જોવા મળ્યો હતો.  શેરબજાર ગબડતાં રૂપિયામાં પણ પીછેહટ દેખાઈ હતી.

 જો કે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતાં ઘરઆંગણે રૂપિયો તૂટયા પછી ફરી ઉંચકાયો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૪.૬૯ વાળા આજે સવારે રૂ.૯૪.૬૯ ખુલ્યા પછી ભાવ ઉછળી ઉંચામાં રૂ.૯૪.૯૨ થઈ નીચામાં ભાવ રૂ.૯૪.૬૩  થઈ રૂ.૯૪.૭૩ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ વધતાં ડોલર સામે જાપાનની કરન્સી ગબડી ૪૦ વર્ષના તળિયા નજીક પહોંચી ગયાના સમાચાર મળ્યા હતા.

અમેરિકામાં આગળ ઉપર વ્યાજના દરમાં વૃદ્ધી થવાની શક્યતા વચ્ચે ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ વધી રહ્યાના  સમાચાર હતા.  ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નીચામાં ૧૦૦.૯૫ તથા ઉંચામાં ૧૦૧.૧૯ થઈ ૧૦૧.૧૪ રહ્યાના નિર્દેશો હતા.

બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૦ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૨૫.૭૩ થઈ રૂ.૧૨૫.૩૫ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે જો કે ૩૮ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૦૮.૦૫ થઈ રૂ.૧૦૮.૧૧ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે જો કે આજે ૦.૨૭ ટકા ઉંચકાઈ હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૭ ટકા માઈનસમાં ટ્રેડ થતી જોવા મળી હતી.

ફોરેક્સ ભાવ

ડોલર

રૃા. ૯૪.૭૩

પાઉન્ડ

રૃા. ૧૨૫.૩૫

યુરો

રૃા. ૧૦૮.૧૧

યેન

રૃા. ૦.૫૯



Source link

Tags :

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤