લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

UP ના કૌશાંબી ટોલ પ્લાઝા પર LPG ટેન્કરમાં ભીષણ વિસ્ફોટ, 4 લોકો જીવતા ભડથું,જુઓ VIDEO | Gujarat News

by

Thenewsdk

Updated: 03-07-2026, 12.39 PM

Follow us:

UP ના કૌશાંબી ટોલ પ્લાઝા પર LPG ટેન્કરમાં ભીષણ વિસ્ફોટ, 4 લોકો જીવતા ભડથું,જુઓ VIDEO | Gujarat News


ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. સિહોરી ટોલ પ્લાઝા ખાતે એક LPG ટેન્કરમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ચાર લોકોના કરૂણ મોત થયા છે. આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે અકસ્માતની ભયાનકતાનો અહેસાસ કરાવે છે.

કેવી રીતે ઘટી આ દુર્ઘટના ?

મળતી માહિતી  અનુસાર, સિહોરી ટોલ પ્લાઝા પાસેથી પસાર થઈ રહેલું LPG ભરેલું એક વિશાળ ટેન્કર અચાનક અનિયંત્રિત થઈને રોડના ડિવાઈડર સાથે જોરદાર ટકરાયું હતું. આ ટક્કર એટલી તીવ્ર હતી કે ટેન્કરનું કેપ્સ્યુલ તરત જ ફાટી ગયું અને તેમાંથી ગેસનું ભારે લીકેજ શરૂ થયું હતું. ગેસ ફેલાતાની સાથે જ સેકન્ડોમાં સમગ્ર વિસ્તાર આગના ગોળામાં ફેરવાઈ ગયો હતો.

ભયાનક ઘટનાના સીસીટીવી આવ્યા સામે

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે વિસ્ફોટ બાદ આગની જ્વાળાઓ આકાશને આંબી રહી હતી. વિસ્ફોટનો અવાજ એટલો શક્તિશાળી હતો કે આસપાસના વિસ્તારો પણ હચમચી ગયા હતા. આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી જોવા મળતી હતી, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. આ ભીષણ અગ્નિકાંડમાં ટેન્કરના ડ્રાઈવર સહિત કુલ ચાર લોકોના ઘટનાસ્થળે જ જીવતા ભરાઈ જવાથી મોત થયા હતા. આગ એટલી વિકરાળ હતી કે મૃતદેહોને બહાર કાઢવા પણ મુશ્કેલ બન્યા હતા.
https://twitter.com/nabilajamal_/status/2072936162285547644

ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વહીવટી તંત્ર દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ટેન્કરની ઝડપ અને ડ્રાઈવરની બેદરકારી અથવા ટેકનિકલ ખામી અકસ્માતનું કારણ હોવાનું મનાઈ રહ્યું છે.

અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાવ્યો

આ ઘટનાએ હાઇવે પર મુસાફરી કરતા અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાવી દીધો છે. ટોલ પ્લાઝા જેવી જગ્યાએ ટેન્કરના વિસ્ફોટથી સુરક્ષાના ધોરણો અને હાઇવે પરના જોખમો અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. તંત્ર દ્વારા મૃતકોના પરિવારોને સહાય અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસની ખાતરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Raja Raghuvanshi murder: સોનમ રઘુવંશીને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાનો કર્યો ઇનકાર





Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤