ભારે વરસાદના કારણે ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં રમાનારી પહેલી T20I મેચ ટીમ ઇન્ડીયા માટે નુકસાની સાબિત થઈ. ભારતીય બેટસમેનોએ સારું પ્રદર્શન કરવા છતાં વરસાદ વિલન બનતાં મેચ રદરવામાં આવી હતી. જેના બાદ આજે ભારતીય ક્રિકેટ ટીમ 4 જુલાઈના રોજ રમાનારી બીજી રોમાંચક મેચ માટે માન્ચેસ્ટર પહોંચી ગઈ છે. માન્ચેસ્ટર પહોંચતા જ ભારતીય ટીમના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં કેપ્ટન શ્રેયસ ઐયર, ઈશાન કિશન અને 15 વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશી સહિતના સ્ટાર ખેલાડીઓ ટીમ બસમાંથી ઉતરીને પોતાનો સામાન જાતે ઉપાડતા જોવા મળી રહ્યા છે.
https://twitter.com/vivek23mishra/status/2072912918279274940
વૈભવ સુર્યવંશીની સાદગીએ જીત્યા ચાહકોના દિલ
ખાસ કરીને, અદભુત સ્ટારડમ ધરાવતો યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી બસમાંથી ઉતરીને પોતાની ભારે ટ્રોલી બેગ જાતે ખેંચતો જોવા મળ્યો હતો. આટલા હાઇ-પ્રોફાઇલ પ્લેટફોર્મ પર હોવા છતાં ભારતીય ખેલાડીઓની આવી અદભુત સાદગી જોઈને ક્રિકેટ ચાહકો સોશિયલ મીડિયા પર તેમના દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન BCCI એ પણ ભારતીય ખેલાડીઓનું એક ખાસ સ્પેશિયલ એડિટ વીડિયો શેર કર્યું છે, જેને ફેન્સ તરફથી ભારે પ્રેમ મળી રહ્યો છે.
શું વૈભવ સૂર્યવંશીનું થશે ઐતિહાસિક ડેબ્યુ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ પાંચ મેચોની T20 શ્રેણી યુવા ખેલાડીઓ માટે પોતાનો દમ બતાવવાનું એક સુવર્ણ પ્લેટફોર્મ છે. સમગ્ર ક્રિકેટ જગત 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. જોકે ટીમ મેનેજમેન્ટે પહેલી મેચની પ્લેઇંગ ઇલેવનમાં પોતાના વર્લ્ડ કપ વિજેતા સિનિયર ટોપ-ઓર્ડર પર જ ભરોસો મૂક્યો હતો.
સંજુ સેમસન ફલોપ થતા વૈભવ પર લોકોની નજર
પહેલી મેચમાં સંજુ સેમસન અને ઈશાન કિશન સસ્તામાં આઉટ થયા અને ત્યારબાદ ઓપનરો વચ્ચે રન-આઉટને લઈને થયેલા વિવાદ બાદ હવે સમીકરણો બદલાયા છે. ક્રિકેટ વર્તુળોમાં એવી પ્રબળ અટકળો ચાલી રહી છે કે શનિવારે માન્ચેસ્ટરના ઐતિહાસિક ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાનારી બીજી મેચમાં વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરીને ઐતિહાસિક તક આપવામાં આવી શકે છે.
અભિષેક શર્મા અને શ્રેયસ ઐયરના ફોર્મ પર રહેશે નજર
પહેલી મેચ વરસાદના કારણે પૂર્ણ થઈ શકી ન હોવા છતાં, જેટલી ઓવરો રમાઈ તેમાં ભારતીય બેટ્સમેનોએ ઇંગ્લેન્ડના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ સામે ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બીજી તરફ, કેપ્ટન શ્રેયસ ઐયરે પણ મોરચો સંભાળતા કેપ્ટન તરીકેની પોતાની પ્રથમ પ્રભાવશાળી અડધી સદી નોંધાવી હતી. ચાહકો માન્ચેસ્ટરમાં હવામાન સાફ રહે અને વૈભવ સૂર્યવંશી રમે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચો : 12 દિવસ, 2000 કિમી… હાર્દિક પંડ્યાને મળવા ફેન સાયકલ ચલાવીને પહોંચ્યો, મળી રિટર્ન ગિફ્ટ!
Leave a Comment