ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસનો ભાગ નથી. તે ટેસ્ટ ટીમનો ભાગ છે, પરંતુ આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ફક્ત ODI અને T20 સિરીઝ રમશે. આ પરિસ્થિતિમાં યશસ્વી જયસ્વાલને ફિફા વર્લ્ડકપનો આનંદ માણવો જરૂરી લાગ્યો.
યશસ્વી જયસ્વાલે કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તે ફ્રાન્સ અને સ્વીડન વચ્ચેની મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ દરમિયાન તે આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ મેસ્સીની જર્સીમાં ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો.
ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટા
યશસ્વી જયસ્વાલ છેલ્લે ટીમ ઈન્ડિયા માટે અફઘાનિસ્તાન સામેની મેચમાં રમ્યો હતો. 3 મેચની ODI સિરીઝની અંતિમ મેચમાં તેને શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી. તેને ઈન્સ્ટાગ્રામ પર રીલ અને ફોટા શેર કર્યા. કેપ્શનમાં તેને લખ્યું છે કે “બકેટ લિસ્ટ થઈ ગયું,” એટલે કે તેનું એક સ્વપ્ન સાકાર થયું.
યશસ્વી જયસ્વાલનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને ફેન્સ તેની સ્ટાઈલને પસંદ કરી રહ્યા છે. આ મેચમાં ફ્રાન્સે સ્વીડનને 3-0થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. ટીમની આગામી મેચ 4 જુલાઈના રોજ યોજાવાની છે.
https://www.instagram.com/p/DaRuK2wGpBm/?utm_source=ig_embed&ig_rid=AvWQEyipYVTz1YpTf9ZqILp
યશસ્વી જયસ્વાલ ટીમ ઈન્ડિયા માટે ક્યારે રમશે?
ટીમ ઈન્ડિયા આગામી થોડા મહિનાઓમાં ફક્ત T20 અને ODI મેચ જ રમશે. પરિણામે યશસ્વી જયસ્વાલનું ભારતીય ટીમમાં સ્થાન અશક્ય લાગે છે. તે ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ પર બે મેચની ટેસ્ટ સિરીઝમાં રમતા જોવા મળશે.
જો તે પહેલાં કોઈ અન્ય ખેલાડીની ઈજાને કારણે તેને ટીમમાં સામેલ કરવામાં આવે તો તે રમતો જોવા મળી શકે છે. તેને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 29 ટેસ્ટ મેચમાં 48.75 ની એવરેજથી 2535 રન બનાવ્યા છે. તેને 7 સદી અને 13 અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર…?
Leave a Comment