કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો ખાતાધારકો માટે સારા સમાચાર આવ્યા છે. EPFO આગામી દિવસથી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ આગામી 15 દિવસમાં દેશભરના લગભગ 7 કરોડ સક્રિય ખાતાઓમાં વ્યાજની રકમ જમા કરવામાં આવશે. આ નિર્ણયથી લાંબા સમયથી પોતાના PF ખાતામાં વ્યાજ જમા થવાની રાહ જોઈ રહેલા કર્મચારીઓને મોટી રાહત મળશે. વ્યાજ જમા થયા બાદ ખાતાધારકો તેમના EPF પાસબુકમાં અપડેટ થયેલ બેલેન્સ જોઈ શકશે.
કેટલું મળશે વ્યાજ?
નાણાકીય વર્ષ 2025-26 માટે EPFOએ PF જમા પર 8.25 ટકા વ્યાજ દર નક્કી કર્યો છે. આ જ દર મુજબ તમામ પાત્ર ખાતાઓમાં વ્યાજની ગણતરી કરીને રકમ જમા કરવામાં આવશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક રહેશે અને કર્મચારીઓને કોઈ અરજી કરવાની જરૂર નહીં રહે. ખાતાધારકો તેમના PF બેલેન્સને EPFOની ઓફિશિયલ વેબસાઈટ, UMANG એપ, મિસ્ડ કોલ અથવા SMS સેવા દ્વારા પણ ચેક કરી શકે છે. જોકે, વ્યાજની રકમ એકસાથે તમામ ખાતામાં નહીં પહોંચે, તેથી અપડેટ થવામાં થોડો સમય લાગી શકે છે.
નિવૃત્તિ સમયે નાણાકીય સુરક્ષા વધુ મજબૂત બને છે
EPF કર્મચારીઓ માટે સૌથી મહત્વપૂર્ણ લાંબા ગાળાની બચત યોજના માનવામાં આવે છે. દર મહિને કર્મચારી અને નોકરીદાતા બંને દ્વારા યોગદાન આપવામાં આવે છે, જેના પર દર વર્ષે વ્યાજ મળે છે. આ વ્યાજથી નિવૃત્તિ સમયે નાણાકીય સુરક્ષા વધુ મજબૂત બને છે. જો 15 દિવસ પછી પણ ખાતામાં વ્યાજ દેખાતું ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે EPFO તબક્કાવાર રીતે તમામ ખાતાઓમાં રકમ જમા કરશે.
આ પણ વાંચો : Share Market : 6 મહિનામાં 2.7 લાખ કરોડ રૂપિયાની વિદેશી રોકાણકારોએ કરી વેચવાલી
Leave a Comment