લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Junagadh News: કેશોદ અને માંગરોળ તાલુકામાં 12 કલાકમાં સાડા 9 ઈંચ વરસાદ, NDRFની ટીમ સ્ટેન્ડબાય | Gujarat News

by

Thenewsdk

Updated: 02-07-2026, 07.22 PM

Follow us:

Junagadh News: કેશોદ અને માંગરોળ તાલુકામાં 12 કલાકમાં સાડા 9 ઈંચ વરસાદ, NDRFની ટીમ સ્ટેન્ડબાય | Gujarat News


જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 12 કલાક દરમિયાન મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરતા જનજીવન પ્રભાવિત થયું છે. કેશોદ અને માંગરોળ તાલુકામાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે. બંને તાલુકાોમાં સાડા નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને પગલે સોંદરડા ડેમ પણ ઓવરફ્લો થયો છે. આ વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

[[$googlead]]

ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

માંગરોળ પંથકમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. જ્યાં સવારથી ભારે વરસાદને કારણે નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.આ પૂરના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને વલ્લભગઢ નજીકનો મુખ્ય રસ્તો બંધ થઈ જતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક ધારાસભ્ય ભગવાનજી કરગટીયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી ગામના સરપંચો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.રૂદલપુર, માન ખેત્રા, હુસેનાબાદ અને શીલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

NDRFની ટીમ સ્ટેન્ડબાય

ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.કેશોદ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના સ્ટાફે અસરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો છે. બચાવ કામગીરી માટે વડોદરાથી એનડીઆરએફ (NDRF)ની એક ટુકડીને કેશોદ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જે સતત મોનિટરિંગ કરી રહી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી વરસાદનું જોર ન ઘટે ત્યાં સુધી બીનજરૂરી ઘરની બહાર ન નીકળવું. તંત્ર દ્વારા કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે રાહત અને બચાવ દળને સજ્જ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Morbi News: વાંકાનેર અને ટંકારા સહિત ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ, ઉકળાટથી મળી રાહત

[[$alsoread]]



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤