લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

સુરતમાં લગ્નની લાલચ આપી શારીરિક શોષણનો આક્ષેપઃ દિલ્હીની મહિલાની ફરિયાદ બાદ વેસુ પોલીસમાં ગુનો નોંધાયો

by

Thenewsdk

Updated: 29-06-2026, 01.00 PM

Follow us:

સુરતમાં લગ્નની લાલચ આપી શારીરિક શોષણનો આક્ષેપઃ દિલ્હીની મહિલાની ફરિયાદ બાદ વેસુ પોલીસમાં ગુનો નોંધાયો


સુરતના વેસુ વિસ્તારમાં રહેતા એક યુવક સામે દિલ્હીની એક મહિલાએ લગ્નની લાલચ, નોકરીનું આશ્વાસન અને વિશ્વાસમાં લઈને શારીરિક શોષણ કર્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. દિલ્હી પોલીસમાં ઝીરો એફઆઇઆર નોંધાયા બાદ કેસ સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, જ્યાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ, આરોપી અને ફરિયાદી અગાઉથી એકબીજાના પરિચિત હતા. મહિલાનો આરોપ છે કે વ્યÂક્તગત પરિસ્થિતિનો લાભ લઈ આરોપીએ સુરતમાં સારી નોકરી અપાવવાની અને ભવિષ્યમાં લગ્ન કરવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધી હતી.

મહિલાના જણાવ્યા અનુસાર, નોકરીના બહાને તેને સુરત બોલાવવામાં આવી હતી. ત્યારબાદ અલગ-અલગ પ્રસંગોએ તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. મહિલાનો દાવો છે કે જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે આરોપીએ લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી સંબંધ ચાલુ રાખ્યો હતો.

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીએ બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા અને મહિલાને આ વાતની જાણ થતાં બંને વચ્ચે વિવાદ થયો હતો. મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે તેને ધમકીઓ આપવામાં આવી અને મારપીટ કરીને ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી.

મહિલાએ દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઇઆર નોંધાવી હતી. ઘટના સુરત સાથે સંકળાયેલી હોવાથી કેસ વેસુ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. વેસુ પોલીસે પ્રાથમિક તપાસ બાદ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

પોલીસ હાલ બંને પક્ષોના નિવેદનો, દસ્તાવેજી પુરાવા અને અન્ય ઉપલબ્ધ માહિતીના આધારે તપાસ કરી રહી છે. નોંધનીય છે કે હાલ ફરિયાદમાં કરવામાં આવેલા તમામ આક્ષેપોની તપાસ ચાલુ છે અને આરોપો અંગેનો અંતિમ નિર્ણય કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.



Source link

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤