લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

રાજકોટ એરપોર્ટ પર ૧.૭૨ કરોડના વિદેશી સોનાની દાણચોરીનો પર્દાફાશ

by

Thenewsdk

Updated: 29-06-2026, 12.58 PM

Follow us:

રાજકોટ એરપોર્ટ પર ૧.૭૨ કરોડના વિદેશી સોનાની દાણચોરીનો પર્દાફાશ


રાજકોટ એરપોર્ટ પર વિદેશી સોનાની દાણચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ જામનગરની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને એક ભારતીય મુસાફર પાસેથી અંદાજે ૧.૭૨ કરોડની કિંમતનું વિદેશી સોનું જપ્ત કર્યું છે. આ સમગ્ર કાર્યવાહી ૨૩ અને ૨૪ જૂન દરમિયાન હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ,ડીઆરઆઇ જામનગરને અગાઉથી બાતમી મળી હતી કે રાજકોટ એરપોર્ટ મારફતે મોટા પાયે વિદેશી સોનાની દાણચોરી થવાની છે. બાતમીના આધારે અધિકારીઓએ ૨૩ જૂનના રોજ રાજકોટ એરપોર્ટના અરાઇવલ હોલમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ લાગતા એક ભારતીય મુસાફરને રોકીને તેની અંગત તલાશી લેવામાં આવી હતી.

તલાશી દરમિયાન મુસાફર પાસેથી ૨૪ કેરેટ (૯૯૯ પ્યુરિટી) ના વિદેશી માર્કિંગ ધરાવતા **૧૦ ગોલ્ડ બાર મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન ૧,૧૬૬.૧૪ ગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની અંદાજિત બજાર કિંમત ૧,૭૨,૩૫,૫૪૯ થાય છે.

ડીઆરઆઇએ કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ની જાગવાઈઓ હેઠળ સમગ્ર સોનું જપ્ત કરીને આરોપી મુસાફરની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સોનાની દાણચોરીનો મામલો સામે આવતા હવે અધિકારીઓ એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે આ સોનું કયા દેશમાંથી લાવવામાં આવ્યું હતું, તેની પાછળ કોણ સંકળાયેલું છે અને તેને કોને પહોંચાડવાનું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ મામલે દાણચોરીના મોટા નેટવર્ક સુધી પહોંચવા માટે ડીઆરઆઇ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



Source link

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤