લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

છોટાઉદેપુરમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં, ખેડૂતોએ કરી સિંચાઈના પાણીની માંગ

by

Thenewsdk

Updated: 30-06-2026, 12.11 PM

Follow us:

છોટાઉદેપુરમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં, ખેડૂતોએ કરી સિંચાઈના પાણીની માંગ



અજય જાની, છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે. કેટલાક ખેડૂતો  બિયારણ વાવી ચૂક્યા છે,છતાં પૂરતો વરસાદ ન પડતા બિયારણ સુકાઈ જવાની ભીતિ ઉભી થઈ છે. બીજી છોટાઉદેપુરના  નાલેજ ગામના તળાવમાં પાણી હોવા છતાં કેનાલો સૂકી પડેલી હોવાથી ખેડૂતો સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે.એક તરફ વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ મોંઘા, બિયારણ ખાતર મોંઘુ હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે
છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ લાંબો ખેંચાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.મોંઘા ભાવે ખરીદેલું બિયારણ બે-ત્રણ વખત વાવ્યા છતાં વરસાદ ન આવતા પાક નિષ્ફળ જવાની ભીતિ સતત  સતાવી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના ઓલીઆંબા,નાલેજ પીપલજ પાદરવાટ ગામ નજીક આવેલા નાલેજ તળાવમાં પાણી ઉપલબ્ધ હોવા છતાં કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું નથી. ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવે તો તેમનું બિયારણ બચી શકે અને પાકને જીવતદાન મળી શકે. પરંતુ કેનાલોજ બિસ્માર હાલત માં છે તો પાણી કેમ કરી ને મળશે ? તે પણ સવાલ ખેડૂતો કરી રહ્યા છે .આ વર્ષે તો કેનાલ દ્વારા પાણી નથીજ મળવા નું પરંતુ આ વર્ષ ની સ્થતિ ને ધ્યાને લઈ કેનાલો ની મરામત વહેલી તકે કરે તો આવનારા શિયાળા અને ઉનાળા ના પાકા કરી શકે.
વરસાદના અભાવે ખેડૂતો આર્થિક સંકટમાં ધકેલાયા છે. બિયારણ, અને ખેતીના સાધનોના ભાવમાં સતત વધારો થતાં ખેતીનો ખર્ચ અનેકગણો વધી ગયો છે. પાકની કોઈ ખાતરી ન હોવાથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે. એક તરફ ખર્ચ વધી રહ્યો છે તો બીજી તરફ વરસાદના અભાવે મહેનત પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ખેડૂતોની માંગ છે કે નાલેજ તળાવ માં ભરપૂર કહી શકાય તેવું છલો છલ પાણી છે.પરંતુ ખેડૂતો ને પાણી નથી મળી રહ્યું . હવે તાત્કાલિક ધોરણે કેનાલો ની મરામત કરી પાણી છોડવા ની વયવસથા ઊભી કરે .હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર ખેડૂતોની આ વ્યથા સાંભળીને સમયસર કોઈ નિર્ણય લે છે કે નહીં.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/Facebook: https://www.facebook.com/tv13gujarati/ Youtube: https://www.youtube.com/@tv13gujaratidigitalTwitter : https://x.com/tv13gujaratiInstagram : https://instagram.com/tv13gujaratilinkedin : https://www.linkedin.com/company/9095…WhatsApp Channel :  https: //whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U WhatsApp Group :  https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.