મયુર રાઠોડ, દાહોદલીમખેડાના જેતપુર ગામે આવેલી ભાજપના નેતા ચિરાગ શાહ સંચાલિત તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદના વંટોળમાં આવી છે. શાળા સંચાલકો દ્વારા કરવામાં આવતી મનમાની અને દાદાગીરીનો ભોગ એક હોનહાર વિદ્યાર્થિની બની છે. શાળાના ગંભીર વલણને કારણે એક તેજસ્વી દીકરીનું શૈક્ષણિક વર્ષ બગડવાની આરે આવીને ઉભું છે, જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની વિગત મુજબ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં શાળામાં ત્રીજો ક્રમ મેળવનાર કૃપાલી ભરવાડ નામની વિદ્યાર્થિનીનું પરિણામ શાળા સંચાલકોએ અટકાવી દીધું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે કૃપાલીની સિદ્ધિ અને તેના ફોટાનો ઉપયોગ કરીને શાળા પોતાનું માર્કેટિંગ કરી રહી છે, તેને જ સંચાલકો માર્કશીટ અને એલ.સી. (લીવિંગ સર્ટિફિકેટ) આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે.
ફીના નામે લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે. એલ.સી. ન મળવાને કારણે આ તેજસ્વી વિદ્યાર્થિની ધોરણ 11માં પ્રવેશ મેળવવાથી વંચિત રહી છે. વાલીઓનો આક્ષેપ છે કે શાળા સંચાલકો વર્ષ બગાડવાની ધમકી આપીને કૃપાલીને સતત માનસિક ત્રાસ આપી રહ્યા છે. સંચાલકોનો બેફામ દાવો છે કે, શિક્ષણ વિભાગ કે સરકાર તેમનું કંઈ જ બગાડી શકે તેમ નથી, જે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે.
જિલ્લા શિક્ષણાધિકારીને આ બાબતે લેખિત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં, શિક્ષણ વિભાગની ઘોર નિંદ્રાને કારણે હજુ સુધી કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. એક નાના ગામની ગરીબ વાલીની દીકરીનું ભવિષ્ય શાળાની આ મનમાનીને કારણે અંધકારમય બની રહ્યું છે. હવે જાગૃત નાગરિકો અને વાલીઓ તંત્ર પાસે તાત્કાલિક તપાસ કરીને દોષિત શાળા સંચાલકો સામે કાયદેસરના કડક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/Facebook: https://www.facebook.com/tv13gujarati/ Youtube: https://www.youtube.com/@tv13gujaratidigitalTwitter : https://x.com/tv13gujaratiInstagram : https://instagram.com/tv13gujaratilinkedin : https://www.linkedin.com/company/9095…WhatsApp Channel : https: //whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
Source link
મારું ગુજરાત
દાહોદ : લીમખેડાની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી, તેજસ્વી વિદ્યાર્થિનીનું ભવિષ્ય અંધકારમાં


Leave a Comment