લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Gandhinagar: પ્રોપર્ટી કાર્ડ સિસ્ટમમાં મોટો ફેરફાર, હવે 'ગામ નમૂના 7'ની ઝંઝટમાંથી મુક્તિ

by

Thenewsdk

Updated: 30-06-2026, 08.52 PM

Follow us:

Gandhinagar: પ્રોપર્ટી કાર્ડ સિસ્ટમમાં મોટો ફેરફાર, હવે 'ગામ નમૂના 7'ની ઝંઝટમાંથી મુક્તિ



સોનલ અનડકટ, ગાંધીનગર
ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા જમીન અને મિલકત સંબંધિત વહીવટમાં વધુ પારદર્શિતા લાવવા માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હવે બિનખેતી (NA) જમીનો માટે પ્રોપર્ટી કાર્ડની પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે, જેનો સીધો લાભ મિલકત ધારકોને મળશે.
શું છે નવો ફેરફાર?મહેસૂલ વિભાગની નવી માર્ગદર્શિકા મુજબ, હવે જે મિલકત માટે પ્રોપર્ટી કાર્ડ તૈયાર થઈ જશે, તે મિલકત માટે ‘ગામ નમૂના નંબર સાત’ (7/12)ની જરૂરિયાત આપોઆપ બંધ થઈ જશે. અત્યાર સુધી મિલકત ધારકોએ પ્રોપર્ટી કાર્ડ અને 7/12 એમ બંને દસ્તાવેજો રાખવા પડતા હતા, જેના કારણે વહીવટી ગૂંચવણો અને ડુપ્લિકેશનની સમસ્યા સર્જાતી હતી. હવે પ્રોપર્ટી કાર્ડ જ મિલકતનો સર્વસ્વ પુરાવો ગણાશે.
લેઆઉટ પ્લાનનું ક્ષેત્રફળ આખરી ગણાશેનવા નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મિલકતના દસ્તાવેજો અને રેકોર્ડમાં વિસંગતતા ટાળવા માટે હવે ‘લેઆઉટ પ્લાન’માં દર્શાવેલું ક્ષેત્રફળ જ આખરી ગણવામાં આવશે. આ નિર્ણયથી જમીન માપણી સમયે થતી ભૂલો અને ભવિષ્યમાં ઉભા થતા વિવાદોને રોકવામાં મદદ મળશે. આ ફેરફારથી જમીન ખરીદ-વેચાણની પ્રક્રિયા વધુ ઝડપી અને સુરક્ષિત બનશે.
વહીવટી સરળતા અને ડુપ્લિકેશન પર રોકમહેસૂલ વિભાગનો આ નિર્ણય ખાસ કરીને શહેરી અને વિકસિત વિસ્તારોમાં ડુપ્લિકેશન અટકાવવા માટે લેવામાં આવ્યો છે. અગાઉ એક જ મિલકતના રેકોર્ડ બે અલગ અલગ જગ્યાએ નોંધાતા હોવાથી માહિતીમાં તફાવત જોવા મળતો હતો. હવે ડિજિટાઈઝેશનના આ યુગમાં પ્રોપર્ટી કાર્ડને સિંગલ સોર્સ ઓફ ટ્રુથ (Single Source of Truth) બનાવવાની દિશામાં આ એક મોટું પગલું છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORMTV13 Web : http://www.tv13gujarati.com/Facebook: https://www.facebook.com/tv13gujarati/ Youtube: https://www.youtube.com/@tv13gujaratidigitalTwitter : https://x.com/tv13gujaratiInstagram : https://instagram.com/tv13gujaratilinkedin : https://www.linkedin.com/company/9095…WhatsApp Channel :  https: //whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U WhatsApp Group :  https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.