લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Surat ફરી ભુવાઓનું શહેર: કાપોદ્રા મેઈન રોડ પર મસમોટો ભુવો પડતા તંત્રની પોલ ખુલી

by

Thenewsdk

Updated: 30-06-2026, 08.12 PM

Follow us:

Surat ફરી ભુવાઓનું શહેર: કાપોદ્રા મેઈન રોડ પર મસમોટો ભુવો પડતા તંત્રની પોલ ખુલી



દિવ્યેશ પરમાર, સુરત
ચોમાસાની શરૂઆત સાથે જ સુરત મહાનગરપાલિકાના પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખુલી ગઈ છે. શહેરમાં ઠેર-ઠેર ભૂવા પડવાની ઘટનાઓ યથાવત છે, જેમાં હવે કાપોદ્રા વિસ્તાર પણ ઉમેરાયો છે. મોટા વરાછા બાદ હવે કાપોદ્રા મેઈન રોડ પર એક મસમોટો ભુવો પડતા વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.
માત્ર બે દિવસ પહેલા જ થયો હતો રિપેરિંગનો દાવોઆશ્ચર્યની વાત એ છે કે, જે જગ્યાએ આજે ભુવો પડ્યો છે, ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર બે દિવસ પહેલા જ પેચવર્ક એટલે કે રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહીં પંદર દિવસ પહેલા પણ ભુવો પડ્યો હતો, જેના પર તાત્કાલિક મલમપટ્ટી કરવામાં આવી હતી. જોકે, બે દિવસના કામ બાદ ફરી એ જ જગ્યાએ ભુવો પડતા કોર્પોરેશનની કામગીરીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશકાપોદ્રા અને વરાછાને જોડતા આ મુખ્ય માર્ગ પર સતત ટ્રાફિક રહેતો હોય છે. વારંવાર ભુવા પડવાને કારણે અકસ્માતનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. વરસાદની શરૂઆતમાં જ રસ્તાઓની આ હાલત જોઈને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ થઈ છે અને ભ્રષ્ટાચારને કારણે સામાન્ય જનતાએ જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ભુવાને પૂરવા અને રસ્તાની ગુણવત્તા તપાસવાની માંગ ઉઠી છે. જો સમયસર પગલાં નહીં લેવાય, તો કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/Facebook: https://www.facebook.com/tv13gujarati/ Youtube: https://www.youtube.com/@tv13gujaratidigitalTwitter : https://x.com/tv13gujaratiInstagram : https://instagram.com/tv13gujaratilinkedin : https://www.linkedin.com/company/9095…WhatsApp Channel :  https: //whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U WhatsApp Group :  https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.