વડોદરાના એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા એક મહત્વપૂર્ણ ‘ઇન્ડસ્ટ્રી આઉટરીચ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય વાયુસેનાની ભવિષ્યની ઓપરેશનલ જરૂરિયાતોને દેશની સ્વદેશી ટેકનોલોજી અને નવીનતા સાથે જોડવાનો હતો. કાર્યક્રમમાં દેશભરના સંરક્ષણ ક્ષેત્રના 200થી વધુ દિગ્ગજ ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ્સ, MSME અને સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ પહેલ સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર અને ટેક્નોલોજીકલ રીતે વધુ સશક્ત બનાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.
આધુનિક એરક્રાફ્ટનું પ્રદર્શન અને ટેકનોલોજીકલ ચર્ચાકાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે વાયુસેનાના સ્ટેશન પર તેજસ ફાઇટર જેટ, ધનુષ અને C 295 જેવા અત્યાધુનિક એરક્રાફ્ટ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. ઉપસ્થિત પ્રતિનિધિઓ સાથે ડ્રોન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને અન્ય અદ્યતન સંરક્ષણ સાધનો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે મજબૂત ભાગીદારી સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી સ્વદેશી ઉત્પાદનોને વૈશ્વિક સ્તરની ટેકનોલોજી સાથે સજ્જ કરી શકાય.
સંરક્ષણ ઉત્પાદનને નવી ગતિ આપવાની કવાયતભારતીય વાયુસેનાની આ પહેલનો હેતુ સંરક્ષણ ઉત્પાદનને વધુ ગતિ આપીને વિદેશી નિર્ભરતા ઘટાડવાનો છે. ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ સ્વદેશી ઉકેલો અને ટેકનોલોજીના પ્રદાન વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. વાયુસેનાની ઓપરેશનલ જરૂરિયાતો પૂરી કરવા માટે સ્થાનિક સ્તરે તૈયાર થતા સંસાધનો કેવી રીતે મદદરૂપ થઈ શકે, તેના પર મંથન કરવામાં આવ્યું હતું. આ આઉટરીચ કાર્યક્રમ દ્વારા સંરક્ષણ ક્ષેત્રે નવી તકોના દ્વાર ખુલશે અને ભારતનું ‘આત્મનિર્ભર ભારત’નું સપનું વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/Facebook: https://www.facebook.com/tv13gujarati/ Youtube: https://www.youtube.com/@tv13gujaratidigitalTwitter : https://x.com/tv13gujaratiInstagram : https://instagram.com/tv13gujaratilinkedin : https://www.linkedin.com/company/9095…WhatsApp Channel : https: //whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
Source link
મારું ગુજરાત
વડોદરા: ઇન્ડસ્ટ્રી આઉટરીચ કાર્યક્રમમાં વાયુસેનાની આત્મનિર્ભરતાની ઝલક, સ્વદેશી ટેકનોલોજી પર ભાર


Leave a Comment