ગોંડલના ચકચારી અમિત ખૂંટ હત્યા કેસમાં રીબડાના ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલા અનિરુદ્ધસિંહ જાડેજાના નિયમિત જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે, જેના કારણે હવે તેઓ જેલમાંથી મુક્ત થશે.
જાણો આખો મામલોથોડા સમય પહેલા ગોંડલ પંથકમાં અમિત ખૂંટની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ગંભીર ગુનામાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું, ત્યારબાદ પોલીસે બંનેની ધરપકડ કરીને જેલહવાલે કર્યા હતા. આ કેસમાં કાનૂની લડત ચાલી રહી હતી. અગાઉ, પુત્ર રાજદીપસિંહ જાડેજાને પણ જામીન મળી ચૂક્યા છે, અને હવે પિતા અનિરુદ્ધસિંહ જાડેજાને પણ હાઈકોર્ટમાંથી જામીન મળી જતાં પરિવારમાં રાહતની લાગણી પ્રસરી છે.
હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલો દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે શરતી જામીન મંજૂર કરવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય બાદ ગોંડલના રાજકીય અને સામાજિક વર્તુળોમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે. નોંધનીય છે કે, આ હત્યા કેસમાં પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ટ્રાયલ હાલ પ્રક્રિયા હેઠળ છે. જામીન મળ્યા બાદ હવે અનિરુદ્ધસિંહ જાડેજા જેલમુક્ત થઈને પોતાના ઘરે પરત ફરશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/Facebook: https://www.facebook.com/tv13gujarati/ Youtube: https://www.youtube.com/@tv13gujaratidigitalTwitter : https://x.com/tv13gujaratiInstagram : https://instagram.com/tv13gujaratilinkedin : https://www.linkedin.com/company/9095…WhatsApp Channel : https: //whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
Source link
મારું ગુજરાત
ગોંડલના અમિત ખૂંટ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટમાંથી મોટી રાહત: નિયમિત જામીન મંજૂર


Leave a Comment