લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

lionel messi next match argentina vs cabo verde | Gujarat News

by

Thenewsdk

Updated: 29-06-2026, 07.25 PM

Follow us:

lionel messi next match argentina vs cabo verde | Gujarat News


લિયોનેલ મેસ્સીનો ફિફા વર્લ્ડકપ 2026માં શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેને આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 6 ગોલ કર્યા છે, જેના કારણે આર્જેન્ટિનાને રાઉન્ડ ઓફ 32માં સ્થાન મળ્યું છે. આર્જેન્ટિનાએ ગ્રુપ Jમાં ઓસ્ટ્રિયા, અલ્જેરિયા અને જોર્ડનને હરાવીને આ વર્લ્ડકપમાં પોતાનો વિજય ક્રમ ચાલુ રાખ્યો છે.

જ્યારે પણ લિયોનેલ મેસ્સી રમે છે, ત્યારે ફેન્સનો ઉત્સાહ વધી જાય છે. નોકઆઉટ સ્ટેજ રાઉન્ડ ઓફ 32થી શરૂ થાય છે, અને દરેક મેચ નિર્ણાયક બની જાય છે. તેથી આર્જેન્ટિનાના ફેન્સ આશા રાખશે કે લિયોનેલ મેસ્સી તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખશે. મેસ્સીના આગામી ફિફા વર્લ્ડ કપ મેચ શેડ્યૂલ પર એક નજર કરીએ.

લિયોનેલ મેસ્સી કઈ ટીમ સામે રમશે?

ફિફા વર્લ્ડકપ 2026ની ગ્રુપ સ્ટેજ પૂર્ણ થઈ ગઈ છે. આર્જેન્ટિના રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય થઈ ગયું છે અને હવે તેની મેત કાબો વર્ડે (કેપ વર્ડે) સામે થશે. આ મેચ 4 જુલાઈના રોજ મિયામીના હાર્ડ રોક સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો રાઉન્ડ ઓફ 16માં પહોંચવાનું લક્ષ્ય રાખશે.

મેચ ક્યારે શરૂ થશે?

આર્જેન્ટિના અને કાબો વર્ડે વચ્ચે રાઉન્ડ ઓફ 32 મેચ ભારતીય સમય મુજબ સવારે 3:30 વાગ્યે શરૂ થશે. સમય ઝોનના તફાવતને કારણે ભારતીય ફેન્સે લિયોનેલ મેસ્સીને રમતમાં જોવા માટે મોડી રાત સુધી જાગવું પડશે.

લિયોનેલ મેસ્સીની આગામી મેચ તમે ક્યાં જોઈ શકો છો?

FIFA વર્લ્ડકપ 2026ની બધી મેચોનું લાઈવ પ્રસારણ Unite8 સ્પોર્ટ્સ ચેનલો પર કરવામાં આવે છે. આર્જેન્ટિના અને કાબો વર્ડે વચ્ચેની આ રાઉન્ડ ઓફ 32 મેચ પણ આ ચેનલ પર જોઈ શકાય છે. ફેન્સ ઝી5 પર આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ… સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤