લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

Skip dieting for weight loss include a tasty dish from Miletus in your dinner | Gujarat News

by

Thenewsdk

Updated: 01-07-2026, 04.19 PM

Follow us:

Skip dieting for weight loss include a tasty dish from Miletus in your dinner | Gujarat News


આજની ભાગદોડભરી જિંદગી અને અનિયમિત લાઇફસ્ટાઇલને કારણે વજન વધવું એ એક મોટી સમસ્યા બની ગઈ છે. વજન ઉતારવા માટે લોકો કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે અથવા આકરા ડાયેટિંગનો આશરો લે છે. પરંતુ વજન નિયંત્રિત કરવાનો સૌથી સરળ અને બેસ્ટ રસ્તો તમારા રસોડામાં જ ઉપલબ્ધ છે. આપણું રાત્રિભોજન (Dinner) વજન ઘટાડવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. રાત્રે હળવો અને પૌષ્ટિક ખોરાક ખાવાથી મેટાબોલિઝમ સારું રહે છે અને વજન ઝડપથી ઘટે છે. જો તમે પણ વજન ઘટાડવાની જર્ની પર છો, તો બાજરી, જુવાર અને રાગી જેવા Millets શ્રેષ્ઠ ઓપ્શન છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર, પ્રોટીન અને વિટામિન્સ હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ક્રેવિંગ્સ અટકાવે છે.

વજન ઘટાડશે મિલેટ્સમાંથી બનતી આ વાનગીઓ

જુવારની ખીચડી : ખીચડી હંમેશા પચવામાં સૌથી હલકી અને ઉત્તમ માનવામાં આવે છે. રાત્રિભોજન માટે જુવારની ખીચડી એક સુપરહેલ્ધી ઓપ્શન છે. સૌથી પહેલા આખા જુવારને થોડા કલાકો માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ પ્રેશર કુકરમાં થોડું ઘી ગરમ કરી જીરું, લીલા મરચાં અને તમારા મનપસંદ શાકભાજી (જેમ કે ગાજર, કઠોળ, વટાણા અને ટામેટાં) ઉમેરો. હવે પલાળેલા જુવાર ઉમેરીને બરાબર રાંધી લો. જુવારમાં રહેલું ફાઇબર પાચનક્રિયાને વેગ આપે છે અને શરીરમાં વધારાની ચરબી (Fat) જમા થવા દેતું નથી.

ક્રિસ્પી રાગી ઢોસા : જો તમને રાત્રે કંઈક ક્રિસ્પી અને ટેસ્ટી ખાવાનું મન થતું હોય, તો લો-કેલરી રાગી ઢોસા પરફેક્ટ ચોઇસ છે. રાગી કેલ્શિયમ અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે. રાગીના લોટમાં થોડું દહીં, પાણી, બારીક સમારેલી ડુંગળી અને લીલા મરચાં ઉમેરીને એક સરસ સ્મૂધ બેટર (ખીરું) તૈયાર કરો. હવે નોન-સ્ટીક તવા પર બિલકુલ ઓછા તેલમાં આ ખીરું ફેલાવીને ક્રિસ્પી ઢોસા ઉતારી લો. તેને ગરમાગરમ ફુદીના કે ટામેટાની ચટણી સાથે સર્વ કરો. આ એક હળવો અને ઓછી કેલરી ધરાવતો ખોરાક છે જે સ્વાદ સાથે હેલ્થ પણ જાળવે છે.

હેલ્ધી બાજરી ઉત્તપમ  :  બાજરી આપણા સ્વાસ્થ્ય માટે પાવરહાઉસ ગણાય છે. વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે બાજરીનું ઉત્તપમ રાત્રિભોજનનો બેસ્ટ વિકલ્પ છે.બાજરીના લોટમાં થોડું પાણી અને ખાટી છાશ ઉમેરીને ઘટ્ટ ખીરું બનાવો. આ ખીરાને તવા પર ફેલાવો અને ઉપરથી બારીક સમારેલા કેપ્સિકમ (સિમલા મરચાં), ટામેટાં અને લીલા ધાણા નાખો. તેને બંને બાજુથી હળવા હાથે સરસ શેકી લો. બાજરી ધીમે-ધીમે પચે છે, જેથી રાત્રે બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને મોડી રાત્રે અચાનક ભૂખ લાગવાની સમસ્યા થતી નથી.

દૈનિક આહારમાં મિલેટ્સ કેમ જરૂરી

વજન ઘટાડવા માટે માત્ર હેલ્ધી ખાવું પૂરતું નથી, પણ રાત્રિભોજન હંમેશા સુવાના ૨-૩ કલાક પહેલાં કરી લેવું જોઈએ જેથી ખોરાક સરળતાથી પચી શકે. મિલેટ્સ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર છે, જે પાચનક્રિયા સુધારે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શિયાળામાં કે સામાન્ય દિવસોમાં ગુણકારી એવી બાજરી બ્લડ સુગર કંટ્રોલ કરવા અને શરીરને ઉર્જા આપવા માટે ઉત્તમ છે. આયર્ન અને કેલ્શિયમનો આ સુપર સોર્સ હાડકાં મજબૂત કરવા અને ઓછી કેલરી સાથે હેલ્ધી રહેવા માટે બેસ્ટ ઓપ્શન છે.માં કુદરતી રીતે પુષ્કળ ફાઇબર રહેલું હોવાથી તે આંતરડાને સાફ રાખે છે અને હૃદયનું રક્ષણ કરે છે.

આ પણ વાંચો : Health Tips: અઠવાડિયામાં માત્ર 150 મિનિટની આ આદત તમને ગંભીર બીમારીઓથી રાખશે કોસો દૂર

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤