સૌથી પહેલા તમારા ચહેરાને સાફ કરવો જરૂરી છે. આ માટે બે ચમચી કાચા દૂધમાં એક ચમચી ચોખાનું પાણી મિક્સ કરો. હવે રૂ (Cotton) ની મદદથી આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 2 મિનિટ સુધી હળવા હાથે સાફ કરો. આનાથી ચહેરા પર જમા થયેલી ધૂળ અને ગંદકી દૂર થઈ જશે.
સ્ટેપ ૨: સ્ક્રબિંગ
મૃત ત્વચા (Dead Skin) ને દૂર કરવા માટે સ્ક્રબિંગ ખૂબ મહત્વનું છે. એક ચમચી ચોખાના લોટમાં એક ચમચી કાચું દૂધ અને થોડું મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને 3 થી 4 મિનિટ સુધી ગોળાકાર આકારમાં સ્ક્રબ કરો. તેનાથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની સમસ્યા દૂર થશે.
સ્ટેપ ૩: મસાજ
ત્વચામાં બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે ચોખાના રાંધેલા પાણી (કાંજી) માં એક ચમચી એલોવેરા જેલ અને બદામનું તેલ મિક્સ કરો. આ ક્રીમથી ચહેરા પર 5 મિનિટ સુધી સારી રીતે મસાજ કરો. આ સ્ટેપ ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરશે.
સ્ટેપ ૪: રાઇસ ફેસ પેક
ફેસિયલના છેલ્લા સ્ટેપમાં બે ચમચી ચોખાના લોટમાં બે ચમચી દૂધ, એક ચમચી ટામેટાનો રસ અને ચપટી હળદર મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવો. તેને ચહેરા અને ગરદન પર લગાવીને 20 મિનિટ માટે છોડી દો. પેક સુકાઈ ગયા પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.
રાઇસ મિલ્ક ફેસિયલના અદભુત ફાયદા
ચોખામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે જે કરચલીઓ (Anti-aging) રોકવામાં મદદ કરે છે. જ્યારે દૂધમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાના રંગને સાફ કરે છે અને કાળા ડાઘ-ધબ્બા દૂર કરીને ત્વચાને કુદરતી રીતે નરમ અને ચમકદાર બનાવે છે. અઠવાડિયામાં એકવાર આ ઉપાય કરવાથી ચહેરા પર ગુલાબી નિખાર જોવા મળશે.
આ પણ વાંચો:ઇરાનની હોર્મુઝ પર ‘No fee, no entry’, શું ટ્રમ્પ સ્વીકારશે આ શરતો ?
Leave a Comment