લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Prantij: સેનેટરી ઈન્સ્પેક્ટર ફોટા પાડવા માટે શૌચાલયમાં ગયા અને બાઈક ચોરાયું

by

Thenewsdk

Updated: 04-07-2026, 01.18 AM

Follow us:

Prantij: સેનેટરી ઈન્સ્પેક્ટર ફોટા પાડવા માટે શૌચાલયમાં ગયા અને બાઈક ચોરાયું


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના એસ.આઈનુ ભાંખરીયા ખાતે આવેલા પે એન્ડ યુઝ શૌચાલય પાસેથી બાઇક ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પ્રાંતિજ નગરપાલિકાના કોન્ટ્રાક્ટ આધારિત આરોગ્ય ઇન્સ્પેક્ટર ભાંખરીયા બસ સ્ટેશન પાસે આવેલ પે એન્ડ યુઝના ફેટા પાડવા માટે બાઇક બહાર પાર્ક કરીને અંદર ગયા હતા. આ દરમિયાન માત્ર બે મિનિટના સમયગાળામાં અજાણ્યો શખ્સ તેમની બાઇક ચોરી કરીને ફ્રાર થઈ ગયો હતો.

ખાસ વાત એ છે કે જ્યાંથી બાઇક ચોરાઈ તે સ્થળ પ્રાંતિજ ભાંખરીયા પોલીસ ચોકીની સામે જ આવેલું છે. પોલીસ ચોકી સામે જ બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ચર્ચા જગાવી છે. બાઇક ચોરીની સમગ્ર ઘટના પોલીસ ચોકી ખાતે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇક ચોરની ઓળખ કરી તેને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસ ચોકી સામે જ બનેલી આ ઘટનાને કારણે સ્થાનિકોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. હવે પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરી રહી છે .

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤