મેઘરજ તાલુકાના લીંબોદ્રાઢુંઢા ગામે એક ખેતરમાં ખેતી કામ કરી રહેલી 21 વર્ષીય મહિલાની ખેતરમાં અચાનક આવી ચઢેલા લીંબોદ્રાઢુંઢા ગામના જગદીશ મોહનભાઈ ડામોરે હાથ પકડી લઈ બીભત્સ માગણી કરતાં મહિલાએ બૂમાબૂમ કરતાં મહિલાના પતિ ખેતરમાં આવી જતાં છેડતી કરનાર જગદીશ ડામોરને ઠપકો આપતાં છેડતી કરનાર જગદીશે મહિલાના પતિને પોતાના હાથમાં રહેલુ ધારીયુ પગની એડી ઉપર મારી દેતાં પતિ લોહીલૂહાણ થઈ ગયો હતો. આ ઘટનાની મેઘરજ પોલીસમાં નોંધાયેલ ફરિયાદની હકીકત એવી છે કે, મેઘરજ તાલુકાના સેંદર્યો ગામની એક પરણીત 21 વર્ષીય મહિલા ગત તા.29મી જૂનના રોજ પોતાના ખેતરમાં ખેતી કામ માટે ગઈ હતી. મહિલા પોતાના ખેતરમાં ખેતી કામ કરી રહી હતી તે સમયે લીંબોદ્રા ઢુંઢા ગામનો જગદીશ મોહનભાઈ ડામોર ખેતરમાં આવ્યો હતો અને મહિલાનો હાથ પકડી બીભત્સ માંગણી કરી હતી. આથી મહિલાએ પોતાનો હાથ છોડાવવા બૂમાબૂમ કરતાં મહિલાનો પતિ આવી ગયો હતો અને છેડતી કરનાર જગદીશ ડામોરને ઠપકો આપતાં તેણે ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં રહેલુ ધારીયુ મહિલાના પતિના પગની એડી ઉપર મારી દેતાં મહિલાનો પતિ લોહીલૂહાણ થઈ ગયો હતો. આ ઘટના બનતાં મહિલાએ બૂમાબૂમ કરતાં આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને મહિલાના સાસુ અને સસરા પણ દોડી આવ્યા હતા. લોકો આવી જતાં છેડતી કરનાર જગદીશ ડામોર ભાગી છૂટયો હતો. આ પછી ઈજાગ્રસ્ત મહિલાના પતિને દવાખાને લાવી પાટો બંધાવી મહિલાએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં છેડતી કરનાર યુવાન જગદીશ મોહનભાઈ ડામોર (રહે, લીંબોદ્રાઢુંઢા,તા.મેઘરજ) સામે ફરિયાદ નોંધાવતાં મેઘરજ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો




Leave a Comment