લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ACBs successful trap in Surats Lajpore Jail Prateek Saas arrested for taking a bribe of Rs 500 for direct visit without a form | Gujarat News

by

Thenewsdk

Updated: 03-07-2026, 10.31 PM

Follow us:

ACBs successful trap in Surats Lajpore Jail Prateek Saas arrested for taking a bribe of Rs 500 for direct visit without a form | Gujarat News


સુરતની હાઈસિક્યોરિટી ગણાતી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ACBની ટીમે એક મોટી અને સફળ ટ્રેપ ગોઠવીને ભ્રષ્ટાચારના ખેલનો પર્દાફાશ કર્યો છે. કેદીને મળવા માટે આવતા મુલાકાતીઓ પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા પડાવવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેલના નિયમ મુજબ સત્તાવાર ફોર્મ ભરવાની લાંબી પ્રક્રિયા અને લાઈનોમાંથી બચાવીને, કોઈપણ કાગળિયા વગર જ સીધી મુલાકાત કરાવી આપવાના બહાને મુલાકાતીઓ પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા 500 થી 1000 સુધીની લાંચ વસૂલવાનું મોટું કારસ્તાન જેલના આસપાસના પરિસરમાં ચાલી રહ્યું હતું.

ચોક્કસ બાતમીના આધારે પ્રતીક સાસનેને ઝડપી પાડ્યો

આ ગેરકાયદેસર ઉઘરાણા અંગે એસીબીને સચોટ બાતમી મળતા લાજપોર જેલ ખાતે એક સુનિયોજિત છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન જેલમાં બંધ એક આરોપીને મળવા આવેલા મુલાકાતી પાસેથી સીધી મુલાકાત ગોઠવી આપવાના અવેજ પેટે રૂપિયા 500 ની લાંચ માંગવામાં આવી હતી. મુલાકાતી પાસેથી લાંચના આ નાણાં સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે ત્રાટકીને પ્રતીક સાસને નામના ઈસમને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એસીબીના આ ઓપરેશનથી લાજપોર જેલના વહીવટી તંત્ર અને ત્યાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા વચેટિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

લાંચના આ નાણાં કોના ઇશારે ઉઘરાવાતા હતા? 

એસીબીની ટીમે આરોપી પ્રતીક સાસને પાસેથી લાંચની રકમ રિકવર કરીને તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે પ્રતીક સાસને કોના ઈશારે અને કોની મિલીભગતથી મુલાકાતીઓ પાસેથી સીધા પૈસા ઉઘરાવતો હતો? જેલ પ્રશાસનના કયા અધિકારી કે કર્મચારીના આશીર્વાદ તેની પર હતા, તે દિશામાં પણ એસીબીની ટીમે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ રેકેટમાં જેલના કેટલાક સરકારી કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤