લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Gujarat Rain : આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો, ડાંગના વઘઈમાં 12.99 ઈંચ ખાબક્યો | Gujarat News

by

Thenewsdk

Updated: 03-07-2026, 05.12 PM

Follow us:

Gujarat Rain : આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો, ડાંગના વઘઈમાં 12.99 ઈંચ ખાબક્યો | Gujarat News


ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જેના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ 134 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આ વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે. ડાંગના વઘઈમાં સૌથી વધુ 12.99 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના અંબિકામાં 11.14 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના ડોલવણમાં 9.96 ઈંચ, નવસારીના વાંસદામાં 9.17 ઈંચ અને ડાંગના સુબિરમાં 9.13 ઈંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે.

રાજ્યના 2 તાલુકાઓમાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો

વરસાદની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજ્યના 2 તાલુકાઓમાં 10 ઈંચ કરતા વધુ, 5 તાલુકાઓમાં 9 ઈંચ કરતા વધુ, 8 તાલુકાઓમાં 8 ઈંચ કરતા વધુ અને 13 તાલુકાઓમાં 7 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નવસારીના ચિખલીમાં 8.86 ઈંચ, તાપીના વાલોડમાં 8.46 ઈંચ, જૂનાગઢના માળિયા હાટીનામાં 8.31 ઈંચ, વલસાડમાં 7.72 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 7.6 ઈંચ, નવસારીના ગણદેવીમાં 7.4 ઈંચ અને ગીરસોમનાથના વેરાવળમાં 7.2 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યના આ વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આણંદ, દાદરા નગર હવેલી, દમણ, ડાંગ, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા, નવસારી, સૂરત, તાપી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદ, અમરેલી, અરાવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા,સુરેન્દ્રનગર અને વડોદરામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે આગામી બેથી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ફરિયાદીની તરફેણમાં ચુકાદો અપાવવા 10 હજારની લાંચ માગી, ACBએ ભદ્ર કોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્કને ઝડપ્યો



Source link

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤