ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોન્સૂન સિસ્ટમ સક્રિય થતાં જ હવામાન વિભાગે ભાવનગર જિલ્લામાં આગામી બે દિવસ માટે ‘ઓરેન્જ/રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. ભારેથી અતિભારે વરસાદની આ સંભાવનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને કલેક્ટર કચેરી દ્વારા પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત સંવેદનશીલ વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે. ચોમાસાની આપત્તિ સમયે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારની વિનંતી પર NDRF ની એક ટુકડી ખાસ સાધનો સાથે ભાવનગર મોકલી દેવામાં આવી છે.
અત્યાધુનિક લાઈફ સેવિંગ સાધનોથી સજ્જ ટીમ
ભાવનગર આવી પહોંચેલી 30 જવાનોની આ ટીમ કોઈપણ પ્રકારની પૂર અથવા વાવાઝોડા જેવી કટોકટીની સ્થિતિને એકલા હાથે હેન્ડલ કરવા સક્ષમ છે. ટીમ પાસે ઇન્ફ્લેટેબલ રબર બોટ (IRB) અને તેને હંકારી શકાય તેવા શક્તિશાળી આઉટબોર્ડ મોટર્સ (OBM) ઉપલબ્ધ છે, જે ધસમસતા પાણીના પ્રવાહમાં પણ બચાવ કામગીરી કરી શકે છે. આ ઉપરાંત અંધારામાં કે ઊંડા પાણીમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા અથવા બહાર કાઢવા માટે લાઈફ જેકેટ અને લાઈફ બોય (તણખા) પૂરતા પ્રમાણમાં રાખવામાં આવ્યા છે.




Leave a Comment