પ્રાંતિજ પોલીસે માવાની મુવાડી ગામની સીમમાં ખારી નદીના કોતરમાંથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો અંદાજે 4200 લીટર વોશ, કિંમત રૂ. 1.05 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઘટના સ્થળેથી કોઈ આરોપી મળી આવ્યો ન હતો. પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરીયાના સૂચનાથી પોલીસ સ્ટાફ્ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ASI મનિષકુમાર બલભદ્રસિંહ અને અ.હે.કો. વિક્રમસિંહ રૂમાલસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, માવાની મુવાડી ગામની સીમમાં ખારી નદીના કાંઠે આવેલા કોતરોમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા 300 લીટરની ક્ષમતા ધરાવતા 14 પ્લાસ્ટિકના સિન્ટેક્સ ટાંકામાં ભરેલો કુલ અંદાજે 4,200 લીટર વોશ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.1,05,000 થાય છે. સ્થળ પરથી કોઈ આરોપી મળી આવ્યો ન હોવાથી પોલીસે અજયસિંહ કાનસિંહ ઝાલા, ગોપાલસિંહ જુગતસિંહ ઝાલા, કુંદનસિંહ પ્રવિણસિંહ ઝાલા અને અજીતસિંહ ચંદુસિંહ ઝાલા (તમામ રહે, માવાપુર-માવાની મુવાડી, તા. પ્રાંતિજ) સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ચારેય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો




Leave a Comment