ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સતત જોવા મળી રહ્યું છે. સુત્રાપાડા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની તોફાની સવારી યથાવત રહેતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં જ સુત્રાપાડામાં અતિભારે 13 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતા ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ આકાશી આફતના કારણે સ્થાનિક નદી-નાળા છલકાયા છે અને જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે.
મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા
વરસાદનું જોર એટલું વધારે હતું કે સુત્રાપાડાના કનેહર વિસ્તારમાં આવેલા મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરો પાણીથી છલોછલ ભરાઈ જતાં મોલ ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે જગતનો તાત ચિંતાતુર બન્યો છે.




Leave a Comment