નેત્રામલી : ઈડર તાલુકાના નેત્રામલી ગામે આવેલી HDFC બેંકનું ATM હાલ ગ્રાહકો માટે મુશ્કેલીનું કેન્દ્ર બન્યું છે. શરૂઆતના સમયમાં જ્યારે આ વિસ્તારમાં ATMની સુવિધા શરૂ કરવામાં આવી હતી, ત્યારે સ્થાનિક ગ્રાહકો અને વેપારીઓમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળી હતી. ગ્રામજનોને આશા હતી કે હવે રોકડ વ્યવહાર માટે શહેર સુધી નહીં જવું પડે, પરંતુ આ આશા છેલ્લા બે-એક માસથી બંધ પડેલા ATMને કારણે નિરાશામાં ફેરવાઈ ગઈ છે. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ગ્રાહકોને જાણવા મળ્યું કે, બેંક દ્વારા જે રૂમમાં ATM મશીન હતું, ત્યાંથી તે મશીનને પણ દૂર કરી દેવામાં આવ્યું છે. આ ઘટના બાદ ગ્રાહકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આસપાસના વિસ્તારોમાં અન્ય કોઈ પણ બેંકનું ATM કાર્યરત ન હોવાથી ગ્રાહકોને પાયાની સુવિધા માટે વલખાં મારવા પડી રહ્યા છે. ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ગ્રાહકોએ બેંકના જવાબદાર સત્તાવાળાઓને વિનંતી કરી છે કે આ બાબતે તાત્કાલિક ઘટતું કરીને ATMની સુવિધા ફ્રીથી આ વિસ્તારમાં શરૂ કરવામાં આવે. બેંક દ્વારા આ દિશામાં સત્વરે પગલાં લેવામાં આવે તેવી લોકમાં માંગ ઉઠી છે.
મારું ગુજરાત
Idar Trouble as HDFC ATM in Netramali closed for two months | Gujarat News




Leave a Comment