લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસમારું ગુજરાત

Gujarat Gas CNG : અદાણી બાદ ગુજરાત એનર્જીનો પણ ભાવવધારો! CNG હવે ₹5 પ્રતિ કિલો મોંઘું, વાહનચાલકો પર બોજ

by

Thenewsdk

Updated: 16-11-2026, 10.52 AM

Follow us:

અદાણી ગેસ બાદ હવે ગુજરાત એનર્જી (ગુજરાત ગેસ) દ્વારા પણ CNG ગેસના ભાવમાં પ્રતિ કિલોએ ₹5નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં ₹5નો ભાવ વધારો લાગુ કરવામાં આવતા હવે ગુજરાત એનર્જીના CNG ગેસનો ભાવ પ્રતિ કિલો ₹88.76થી વધીને સીધો ₹93.76 પર પહોંચી ગયો છે. આ નવો ભાવ વધારો મધ્યરાત્રિએ 12 વાગ્યા બાદથી સમગ્ર રાજ્યમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.

અંદાજે ચાર મહિના બાદ ફરી ભાવ વધારો
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત એનર્જી ગેસ દ્વારા 18 ઓગસ્ટના રોજ CNG ના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે સમયે પ્રતિ કિલો ₹3.75નો વધારો ઝીંકવામાં આવતા CNGનો ભાવ ₹85.01થી વધીને ₹88.76 થયો હતો. હવે અંદાજે ચાર મહિનાના સમયગાળા બાદ ફરી એકવાર કંપનીએ ₹5નો મોટો વધારો કરતાં મધ્યમવર્ગીય પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે.

CNGના ભાવ પેટ્રોલ-ડીઝલની સમકક્ષ પહોંચતા રિક્ષા અને ટેક્સી ચાલકોની મુશ્કેલી વધી
દિવાળીના તહેવારો બાદ મોંઘવારીના માર વચ્ચે CNG ના ભાવમાં થયેલા આ વધારાથી વાહનચાલકોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડશે. CNGથી ચાલતી કાર, ઓટોરિક્ષા અને ટેક્સીનો ઉપયોગ કરતા લાખો લોકોને હવે ઈંધણ માટે અગાઉ કરતાં ઘણા વધુ નાણાં ખર્ચવા પડશે.

સતત થઈ રહેલા ભાવ વધારાને કારણે હવે CNG અને પેટ્રોલ-ડીઝલના ભાવ લગભગ સમકક્ષ પહોંચી ગયા છે, જેનાથી પરિવહન ખર્ચ વધવાની ભીતિ સેવાઈ રહી છે. આ અગાઉ અદાણી ગેસે પણ 13 દિવસમાં બે વાર (23 ઓક્ટોબરે ₹4.45 અને 5 નવેમ્બરે ₹2.03) ભાવ વધારતા અદાણી CNGનો ભાવ ₹100ને પાર કરીને ₹100.77 પર પહોંચી ચૂક્યો છે.

CNGના ભાવ વધારા પાછળના મુખ્ય 5 કારણો
કંપનીના સૂત્રો અને ઉદ્યોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, CNGના ભાવ વધારા પાછળ નીચે મુજબના મુખ્ય પરિબળો જવાબદાર છે:

  • ગેસ ખરીદી ખર્ચમાં વધારો: નવા કૂવાના ગેસ અને હાઈ-પ્રેશર હાઈ-ટેમ્પરેચર (HPHT) ગેસની ઓછી પ્રાપ્તિ તેમજ હાજર બજારમાં LNG ના ઊંચા ભાવોને કારણે ગેસ ખરીદવાનો સરેરાશ ખર્ચ ખૂબ વધી ગયો છે.
  • નવા કૂવાના ગેસની અછત: સસ્તા દરે મળતા સ્થાનિક કુદરતી ગેસ (NWG) ની ફાળવણી ઘટતા ઓછા ખર્ચે ગેસ મેળવવાની ઉપલબ્ધતા ઘટી છે.
  • HPHT ગેસ ક્વોટામાં ઘટાડો: 19 ઓક્ટોબર, 2026ના HPHT ઓફિસ મેમોરેન્ડમ મુજબ, પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો માટે ગેસના ક્વોટામાં ઘટાડો થતા સ્થાનિક ગેસની અછત સર્જાઈ છે.
  • આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળો: વૈશ્વિક બજારમાં સ્પોટ LNGના ભાવ ફેબ્રુઆરી ૨૦૨૬ ના $10-12 MMBtuથી વધીને અંદાજે $30 MMBtu સુધી પહોંચી ગયા છે.
  • પુરવઠાની મર્યાદા અને ખર્ચ સરભર: મુખ્ય ગેસ ઉત્પાદકો તરફથી પુરવઠામાં કાપ મુકાતા મોંઘા વૈકલ્પિક સ્રોતો પર નિર્ભર રહેવું પડ્યું છે, જેથી અવિરત પુરવઠો જાળવી રાખવા કંપનીએ આ ભાવ સુધારો કરવો પડ્યો છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤