લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

J&K Kulgam encounter : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા! લતીફ ભટ સહિત બે આતંકીઓનો ખાત્મો

by

Thenewsdk

Updated: 16-11-2026, 03.20 PM

Follow us:

11 નવેમ્બર, 2026ના દિવસે મોટરસાયકલ પર સવાર આતંકીઓએ કુલગામના અખરાન ગામમાં CRPFની નાકા પાર્ટી પર હુમલો કર્યો હતો. આતંકીઓએ આશરે 15 સેકન્ડમાં 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં CRPFના ત્રણ સૈનિક ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ આતંકીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારથી સુરક્ષાદળો તેમને શોધવા માટે સતત અભિયાન ચલાવી રહ્યા છે.

કોણ છે મોહમ્મદ લતીફ ભટ?
મોહમ્મદ લતીફ ભટ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ખેરવાન વિસ્તારનો રહેવાસી છે. સુરક્ષા એજન્સીઓ તેને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો આતંકી જણાવે છે. તેનું નામ ધ રેજિસ્ટેંસ ફ્રન્ટ (TRF) સાથે પણ જોડવામાં આવે છે, જેને લશ્કરનું સહયોગી સંગઠન માનવામાં આવે છે. લતીફ પહેલી વાર શોપિયામાં સુરક્ષાદળો સાથે થયેલી અથડામણ બાદ ચર્ચામાં આવ્યો હતો. આ અભિયાનમાં તે લશ્કરના આતંકી ઝાકીર ગનઇ સાથે ઘેરવામાં આવ્યો હતો. પાંચ દિવસ સુધી ચાલેલા આ અભિયાનમાં સુરક્ષાદળોએ ઝાકિર ગનઇને ઠાર કર્યો, પરંતુ લતીફ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યો. ત્યારથી એજન્સીઓ તેને શોધી રહી છે.

15 લાખનો ઇનામી
નોંધનીય છે કે, ગત વર્ષે નવેમ્બરમાં આતંકી બનનાર લતીફ અહેમદ બટ 15 લાખનો ઇનામી આતંકી હતો. તેણે જ આ વર્ષે જુલાઇમાં અનંતનાગના લાલચોકમાં એક પોલીસકર્મીની હત્યા કરી હતી, આ સિવાય કુલગામમાં છત્તીસગઢના બે શ્રમિકોનો પણ જીવ લીધો હતો.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤