પીએમના કાર્યક્રમને લઇ વાવ થરાદ,બનાસકાંઠા,પાટણ અને મહેસાણા જિલ્લામાં બસો મૂકવામાં આવી
વડાપ્રધાનના હસ્તે રૂ.19.800 કરોડથી વધુના વિકાસકાર્યો નું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરાશે
આજે તાં.31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે અને સાંજે નવ રચિત વાવ થરાદ જિલ્લાના નાણી ખાતે રૂ.19.800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે તેમજ જન સભાનું સંબોધન કરવાના હોય આ કાર્યક્રમને લઇ રાજ્યના જુદા જુદા 12 એસટી ડિવિઝન ની 2 હજાર બસો ફાળવવામાં આવી જે બસો વાવ થરાદ,
બનાસકાંઠા,પાટણ અને મહેસાણા જિલ્લામાં મૂકવામાં આવી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાવ થરાદ જિલ્લાની ધરતી પર નાણી ખાતે પધારીને ભારત સરકારના ઊર્જા,માર્ગ પરિવહન,હાઇવે તેમજ રેલવે મંત્રાલયના રૂ.10.921 કરોડના તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ, જળ સંસાધન,પાણી પુરવઠા,માર્ગ અને મકાન,
જીઆઇડીસી,આરોગ્ય અને પરિવાર કલ્યાણ,પ્રવાસન તેમજ આદિજાતિ વિકાસ વિભાગના રૂ.8886 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરનાર છે તેમજ જન સભાનું સંબોધન કરનાર હોય આ કાર્યક્રમના ઉત્તર ગુજરાતના વાવ થરાદ, બનાસકાંઠા ,પાટણ અને મહેસાણા જિલ્લામાં થી જન મેદની લાવવા માટે પાલનપુર એસટી વિભાગની 270,હિંમતનગરની 200, અમદાવાદની 190,નડિયાદની 330, ગોધરાની 100, રાજકોટની 150,ભુજની 60, મહેસાણાની 370,વડોદરાની 100,ભરૂચની 100,જૂનાગઢની 50 અને ભાવનગરની 80 બસો મળી બે હજાર બસોની ફાળવણી કરવામાં આવી છે આ બસો મારફતે લોકોને વડાપ્રધાન ના કાર્યક્રમમાં લઇ જવામાં અને મૂકી જવામાં આવશે બસોમાં લોકો માટે પાણી ફૂટ પેકેટ આરોગ્યની સેવા પૂરું પાડવામાં આવશે
ઉત્તર ગુજરાત ચાર જિલ્લામા બસો મુકાઇ
વાવ થરાદના નાણી ખાતે આજે યોજાનાર વડાપ્રધાનના કાર્યકમ માં જન મેદની લાવવા માટે રાજ્યના જુદા જુદા બાર એસટી ડિવિઝનની બે હજાર બસો ફાળવાઇ છે જેમાં વાવ થરાદ જિલ્લામા 650, બનાસકાંઠામાં 750,પાટણમાં 350 અને મહેસાણા જિલ્લામાં 250 એસટી બસો મૂકવામાં આવી છે
Leave a Comment