બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

by

Thenewsdk

Updated: 27-03-2026, 07.41 PM

Follow us:

વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ કરતા જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલ

Banaskantha collector meeting : બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી, મિટિંગ હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબધિત અધિકારીશ્રીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં વિવિધ પ્રશ્નો બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા/ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું.

બેઠકના અધ્યક્ષ અને કલેકટરશ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે, ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ થયેલા મુદ્દાઓના સંદર્ભમાં હકારાત્મક ઉકેલ સમયમર્યાદામાં આપવામાં આવે અને જિલ્લાના વિકાસકાર્યો પણ સમયસર પૂર્ણ થાય તે અત્યંત જરૂરી છે. પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તેમજ વિવિધ વિકાસ કાર્યોને સત્વરે પૂર્ણ કરવા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ બેઠક દરમિયાન આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા, નેશનલ હાઈવે તેમજ ખાણ-ખનીજ વિભાગ સંબંધિત અગત્યના પ્રશ્નોના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં દાંતા ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડી, કાંકરેજ ધારાસભ્યશ્રી અમૃતજી ઠાકોર, ધાનેરા ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ. જે. દવે, અધિક નિવાસી કલેક્ટરશ્રી સી.પી.પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.