અકસ્માતની ઘટનામાં ટેકટર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું
લકઝરીની ટક્કરે ટેકટર અને ટ્રોલી રોડ વચ્ચે આવી જતા ટ્રાફિક જામ સર્જાયો
Palanpur accident news : પાલનપુર પંથકમા અકસ્માતોનો વણથંભી વણઝાર વચ્ચે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં ચિત્રાસણી નજીક લકઝરી બસ અને ટેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટેકટર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જોકે અકસ્માતમાં ટેકટર અને ટ્રોલી રોડ વચ્ચે પલ્ટી જતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો
પાલનપુર તાલુકાના ચિત્રાસણી નજીક અકસ્માત ઝોન સમા બાલારામ નદીના બ્રિજ પર વાહનોની તેજ રફતારને લઇ અવાર નવાર ગમખ્વાર અકસ્માત સર્જાય રહ્યા છે જેમાં નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાવી રહ્યા છે જે વચ્ચે વધુ એક અકસ્માતનાં એક વ્યક્તિનુ મોત નિપજ્યું હતું
જેમાં મુસાફર ભરેલી એક લકઝરી બસ અને ટેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટેકટર અને ટ્રોલી પલ્ટી જતાં અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામના ટેકટર ચાલક મિયાણી પૂનાભાઇ મગનભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું
અકસ્માતમાં રોડ વચ્ચે ટેકટર અને ટ્રોલી પલ્ટી જતાં એક તરફનો માર્ગ બંધ થઇ જવાના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિક પર નિયંત્રણ મેળવી બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Leave a Comment