સર્કલ પર રાત્રે પ્રકાશ ફેલાવતો હાઈ માસ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં
લાખો રૂપિયાના ખર્ચે ઉભો કરાયેલા હાઈ માસને પુનઃ ચાલુ કરવા માંગ ઉઠી
Palanpur RTO circle issue : પાલનપુરમાં જૂના આરટીઓ સર્કલ પર રાત્રીના સમયે વાહન ચાલકો માટે અજવાળું પથરાય રહે તે હેતુથી લાખો રૂપિયાના ખર્ચે અહી ઉંચો હાઇ માસ લગાવવામાં આવ્યો છે પરંતુ જવાબદાર તંત્રની લાપરવાહી ના કારણે આ હાઇ માસ છેલ્લા કેટલાય દિવસોથી બંધ હાલતમાં હોવાથી તે શોભાના ગાંઠિયા સમાન બની જવા પામ્યો છે ત્યારે તેને પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
પાલનપુરમાં આરટીઓ સર્કલ પર થ્રીલેગ એલિવેટીડ બ્રિજ આવેલો અહી દિલ્લી કંડલા અને અમદાવાદને જોડતો હાઇવે પસાર થતો હોય અહી રાત દિવસ વાહનોનો ભારે ઘસારો રહેતો હોવાના કારણે રાત્રીના સમયે અહી અજવાળું પથરાય રહે જેના થી વાહન ચાલકોને વાહન હંકરવામમાં સરળતા રહે અને અકસ્માતના બનાવો અટકાવી શકાય તે માટે અહી વિશાળ ઊંચાઈ ધરાવતો હાઇ માસ લગાવવામાં આવેલ છે
જે બાદ તેની યોગ્ય જાળવણી કરવામાં ન આવતા આ હાઇ માસ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં હોવાથી અહી રાત્રીના સમયે અંધારું છવાતું હોવાના કારણે વાહન ચાલકોને અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે તેમજ રાહદારીઓને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે જેને લઇ જવાબદાર તંત્ર દ્વારા આ બંધ હાઇ માસને સત્વરે ચાલુ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે


Leave a Comment