લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

સોના-ચાંદી અંગે મોટા સમાચાર! બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ અંગે 3 જ દિવસમાં બીજો મોટો નિર્ણય | Gold and Silver Base Import Prices Raised Government Tightens Silver Import Rules

by

Thenewsdk

Updated: 16-06-2026, 10.29 AM

Follow us:

સોના-ચાંદી અંગે મોટા સમાચાર! બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ અંગે 3 જ દિવસમાં બીજો મોટો નિર્ણય | Gold and Silver Base Import Prices Raised Government Tightens Silver Import Rules



photo 1781585941224

Gold and Silver Base Import Prices Raised: જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. ઘરેલું બજારમાંથી સોના-ચાંદીની ખરીદી કરનારા લોકોને કેન્દ્ર સરકારના એક આંચકાજનક નિર્ણયથી મોટો ઝટકો લાગ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, સરકારે સોના અને ચાંદી બંને કીમતી ધાતુઓની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં મોટો વધારો કર્યો છે અને આ નવી કિંમતો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવી છે.

સરકારનો આ નિર્ણય ખૂબ જ આશ્ચર્યજનક છે, કારણ કે માત્ર ત્રણ દિવસ પહેલા જ સરકારે આ કિંમતોમાં ઘટાડો કરીને સામાન્ય જનતાને રાહત આપી હતી, જેને હવે પાછી ખેંચી લેવામાં આવી છે.

સોના અને ચાંદીના નવા રેટ્સ શું છે?

સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નોટિફિકેશન અનુસાર, સોના અને ચાંદીના ભાવમાં નીચે મુજબ ફેરફાર થયો છે:

સોનાના ભાવ: સોનાની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં $5 (આશરે ₹420) પ્રતિ 10 ગ્રામ (આશરે 0.37%)નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ સોનાની નવી આધાર કિંમત $1,348 (આશરે ₹1,13,230) પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

ચાંદીના ભાવ: ચાંદીના ભાવમાં આશરે 4%નો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં $83 (આશરે ₹6,972) પ્રતિ કિલોગ્રામનો વધારો કરાતાં તેની નવી કિંમત $2,175 (આશરે ₹1,82,700) પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, માત્ર ત્રણ દિવસ પહેલા જ સરકારે સોનામાં $80 અને ચાંદીમાં $276 પ્રતિ કિલોગ્રામનો મોટો ઘટાડો કર્યો હતો. 

આ પણ વાંચો: સોનામાં રૂ.2500 જ્યારે ચાંદીમાં રૂ.5000ની તેજી: પ્લેટીનમમાં વૃદ્ધિ

સરકારે આ કડક પગલું કેમ ઉઠાવવું પડ્યું?

સરકારના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ દેશના વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve)ને સુરક્ષિત રાખવાનું છે. હાલમાં પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા)માં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષના કારણે ભારતના ફોરેક્સ રિઝર્વ પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. આ દબાણને ઓછું કરવા અને બિન-જરૂરી આયાત પર લગામ લગાવવા માટે સરકારે છેલ્લા બે મહિનામાં બીજી વખત આયાત ટેક્સ અંગે સખત પગલું ભર્યું છે.

આ પૂર્વે ગયા મહિને જ સરકારે બિન-જરૂરી આયાતને રોકવા માટે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી (આયાત શુલ્ક)ને 6%થી સીધી વધારીને 15% કરી દીધી હતી, જેના કારણે ઘરેલું બજારમાં સોના-ચાંદીના ભાવ વધી ગયા હતા.

દેશના વિદેશી મુદ્રા ભંડારની વર્તમાન સ્થિતિ

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના જણાવ્યા પ્રમાણે, 5 જૂન સુધીના અઠવાડિયામાં આપણા દેશની કમાણી અને બચત (વિદેશી મુદ્રા ભંડાર)માં આ મુજબ ફેરફાર થયો છે:

સોનાની બચતમાં વધારો: આપણા દેશ પાસે જે ગોલ્ડ રિઝર્વ છે, તેમાં એક જ અઠવાડિયામાં આશરે ₹16,632 કરોડ ($1.98 બિલિયન)નો વધારો થયો છે. હવે આપણી પાસે કુલ ₹9,62,472 કરોડ ($114.58 બિલિયન)નું સોનું સુરક્ષિત પડ્યું છે.

વિદેશી રોકડા રૂપિયામાં ઘટાડો: આપણી તિજોરીમાં જે વિદેશી કરન્સી (ડોલર વગેરે) પડી હોય છે, જેને ‘ફોરેન કરન્સી એસેટ્સ’ કહેવાય છે, તેમાં આ અઠવાડિયે મોટો ઘટાડો થયો છે. તે આશરે ₹22,680 કરોડ ($2.70 બિલિયન) ઘટીને હવે ₹45,64,896 કરોડ ($543.44 બિલિયન) થઈ ગઈ છે.

વિદેશી મુદ્રા ભંડાર પર શું અસર થઈ?

સોનું વધ્યું ખરું, પણ સામે વિદેશી રોકડા રૂપિયા વધારે ઘટ્યા! આ કારણે દેશની જે કુલ બચત (ફોરેક્સ રિઝર્વ) કહેવાય, તેમાં ચોખ્ખો ₹5,972 કરોડ ($711 મિલિયન)નો ઘટાડો થયો છે. હવે દેશનું આ કુલ વિદેશી મુદ્રા ભંડાર ₹57,25,524 કરોડ ($681.61 બિલિયન) પર પહોંચી ગયું છે.

આ પણ વાંચો: રૂપિયો ઉછળી પાંચ સપ્તાહની ટોચે : શેરોમાં તેજી

ચાંદીની આયાત પર સરકારના કડક પ્રતિબંધો

કિંમતોમાં વધારો કરવાની સાથે સરકારે ચાંદીની આયાત (ઇમ્પોર્ટ)ના નિયમોને પણ વધુ કડક બનાવી દીધા છે. ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશન જાહેર કરીને સ્પેસિફાઇડ સિલ્વર બાર્સની ઇમ્પોર્ટ પોલિસીને ‘ફ્રી’ કેટેગરીમાંથી હટાવીને ‘રિસ્ટ્રિક્ટેડ’ (પ્રતિબંધીત) કેટેગરીમાં મૂકી દીધી છે.

જૂનની શરૂઆતમાં કરવામાં આવેલા આ ફેરફાર બાદ, હવે વેપારીઓ લાયસન્સ વિના સીધી ચાંદી દેશમાં લાવી શકશે નહીં. હવે જો બેન્કો, આરબીઆઈ દ્વારા નોમિનેટ કરાયેલી એજન્સીઓ કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)ના માધ્યમથી પણ ચાંદીની આયાત કરવી હશે, તો તેના માટે DGFTની મંજૂરી અને સરકારી લાયસન્સ લેવું ફરજિયાત રહેશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤