લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

વેચવાલીના દબાણે બિટકોઈન 62000 ડોલરની અંદર | Bitcoin falls below 62 000 on selling pressure

by

Thenewsdk

Updated: 05-06-2026, 06.45 AM

Follow us:

વેચવાલીના દબાણે બિટકોઈન 62000 ડોલરની અંદર | Bitcoin falls below 62 000 on selling pressure



photo 1780589576990

મુંબઈ : વર્તમાન સપ્તાહમાં ક્રિપ્ટોકરન્સીઝ બજારમાં સતત ધોવાણ ચાલુ રહ્યું હતું અને ગુરુવારે બિટકોઈને ૬૨૦૦૦ ડોલરની સપાટી તોડી હતી. વૈશ્વિક મૂડી બજારમાં જાયન્ટ ટેક કંપનીઓ જેમ કે સ્પેસએકસ, ઓપનએઆઈ તથા એન્થ્રોપિકના આવી રહેલા જાહેર ઈક્વિટી ભરણાંમાં નાણાં નાખવા રોકાણકારો ક્રિપ્ટો કરન્સીઝ જેવી જોખમી એસેટસમાંથી પોતાના રોકાણ પાછા ખેંચી રહ્યા હોવાનું જણાય છે.

ઉપર જણાવેલી ટેક કંપનીઓના જાહેર ભરણાં વર્તમાન વર્ષમાં મૂડી બજારની સૌથી મોટી ઘટના માનવામાં આવે છે. 

સ્પેસએકસ, ઓપનએઆઈ તથા એન્થ્રોપિક ઉપરાંત શકયત: ગુગલ આ ચાર મોટી ટેક કંપનીઓ વર્તમાન વર્ષમાં એકત્રિત રીતે અંદાજે ૩૫૦ અબજ ડોલરથી વધુનું ભંડોળ બજારમાંથી ઊભું કરવા યોજના ધરાવે છે. 

રોકાણકારો  ખાસ કરીને સંસ્થાકીય રોકાણકારો પોતાના ઈન્વેસ્ટમેન્ટને આ કંપનીઓની ઈક્વિટીમાં રિલોકેટ કરવા યોજના ધરાવે છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

બિટકોઈન જેને એક પસંદગીની લિક્વિડ જોખમી એસેટસ તરીકે જોવામાં આવે છે, તે સદર આઈપીઓમાં નાણાં રોકવા માગતા રોકાણકારો માટે ભંડોળનો સરળ સ્રોત તરીકે ઊભરી રહ્યો છે. 

ગુરુવારે એશિયન ટ્રેડિંગ કલાકોમાં બિટકોઈને ૬૨૦૦૦ ડોલરની સપાટી તોડી ૬૧૩૨૨ ડોલર સુધી જોવા મળ્યો હતો, જે છઠ્ઠી ફેબુ્રઆરી બાદ સૌથી નીચી સપાટી  છે. વર્તમાન સપ્તાહમાં બિટકોઈનમાં ૧૪ ટકાથી વધુનો ઘટાડો બોલાઈ ગયો છે. 

સ્પેસએકસ, ઓપનએઆઈ તથા એન્થ્રોપિકનું સંયુકત મૂલ્યાંકન અભૂતપૂર્વ સ્તરે પહોંચવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, તેને કારણે જ રોકાણકારો સટ્ટાકીય એસેટસમાંથી રોકાણ આ કંપનીઓના ભરણાં તરફ વાળવા પ્રેરાયા હોવાનો પણ એનાલિસ્ટે દાવો કર્યો હતો. 

ભંડોળ ઊભા કરવાના ભાગરૂપ સંસ્થાકીય રોકાણકારોએ મેમાં બિટકોઈન ઈટીએફસમાંથી અંદાજે ૨.૩૦ અબજ ડોલર પાછા ખેંચી લીધા હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. 

બિટકોઈન મોડી સાંજે નીચા મથાળેથી સાધારણ સુધરી ૬૩૩૩૦ ડોલર મુકાતો હતો. અન્ય ક્રિપ્ટોસ એથરમ ૬ ટકાથી વધુ તૂટી ૧૭૬૦ ડોલર, સોલાના ૬૮ ડોલર બોલાતા હતા. ક્રિપ્ટોકરન્સીઝની માર્કેટ કેપ પણ તૂટી ૨.૨૦ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤