લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

મેમાં જીએસટી કલેક્શન 3.2 ટકા વધીને રૂ. 1.94 લાખ કરોડ | GST collection in May rises 3 2% to Rs 1 94 lakh crore

by

Thenewsdk

Updated: 02-06-2026, 05.35 AM

Follow us:

મેમાં જીએસટી કલેક્શન 3.2 ટકા વધીને રૂ. 1.94 લાખ કરોડ | GST collection in May rises 3 2% to Rs 1 94 lakh crore



photo 1780338863888

– મે, 2025માં જીએસટી કલેક્શન રૂ.1.88 લાખ કરોડ રહ્યું હતું 

– એપ્રિલ, 2026માં જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ 2.43 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું

નવી દિલ્હી : મેમાં વસ્તુઓ અને સેવાઓનાં પુરવઠામાં વધારો તેમજ આયાતને કારણે થયેલા કલેક્શનને કારણે કુલ જીએસટી કલેકશન ૩.૨ ટકા વધીને ૧.૯૪ લાખ કરોડ રૂપિયા  રહ્યું છે તેમ સરકારી આંકડાઓેમાં જણાવવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે મે, ૨૦૨૫માં કુલ જીએસટી કલેક્શન ૧.૮૮ લાખ રૂપિયા હતું. મે, ૨૦૨૬માં ગ્રોસ સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) ૩૭,૩૮૭ કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી (એસજીએસટી) ૪૫,૧૪૩ કરોડ રૂપિયા અને ઇન્ટેગ્રેટેડ જીએસટી (આઇજીએસટી) ૫૧,૯૯૦ કરોડ રૂપિયા રહ્યું છે.  ટેક્સેબલ સપ્લાયમાં ૨૬.૯ ટકાનો વધારો થયો છે જે ઘરેલુ માંગમાં વૃદ્ધિને દર્શાવે છે. જ્યારે સેવા ક્ષેત્રમાં આ વૃદ્ધિ ૨૨.૨ ટકા રહી હતી. જે ઘરેલુ વપરાશમાં સંરચનાત્મક મજબૂતી દર્શાવે છે.  મે મહિનામાં આયાતથી આઇજીએસટી કલેક્શન ૧૯.૧ ટકા વધીને ૫૯,૬૫૪ કરોડ રૂપિયા રહ્યું છે જે ઔદ્યોગિક ક્ષમતામાં વિસ્તારનો સંકેત છે. 

જીએસટી રિફંડમાં ૨.૬ ટકાની વૃદ્ધિ જોવા મળી અને તે ૨૭,૨૮૧ કરોડ રૂપિયાએ પહોંચી ગયું હતું. રિફંડને એડજસ્ટ કર્યા પછી મેમાં નેટ જીએસટી આવક ૩.૩ ટકા વધીને ૧.૬૭ લાખ કરોડ રૂપિયા રહી છે. એપ્રિલ, ૨૦૨૬માં જીએસટી કલેક્શન અત્યાર સુધીનાં સૌથી ઉંચા સ્તર ૨.૪૩ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.  નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નાં પ્રથમ બે મહિના એપ્રિલ અને મેમાં કુલ જીએસટી કલેક્શન ૪.૩૭ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નાં આ જ સમયગાળામાં કુલ જીએસટી કલેક્શન ૪.૧૧ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. એટલે કે ચાલુ વર્ષનાં પ્રથમ બે મહિનામાં ગયા વર્ષનાં પ્રથમ બે મહિનાની સરખામણીમાં ૬.૨ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં જીએસટીથી કુલ ૧૦.૧૯ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤