PAN HRA Credit Card petrol rules : ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે પણ નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. જો કોઈ વ્યક્તિ વર્ષ દરમિયાન ₹10 લાખથી વધુનું ડિજિટલ પેમેન્ટ અથવા ₹1 લાખથી વધુનું કેશ પેમેન્ટ કરીને ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવે છે, તો તેની માહિતી સીધી આવકવેરા વિભાગ સુધી પહોંચશે. આ પગલું નાણાકીય પારદર્શકતા વધારવા માટે લેવામાં આવ્યું છે. સાથે જ એક રાહતરૂપ નિર્ણય તરીકે હવે ટેક્સ ચૂકવણી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
જોકે, કંપની દ્વારા આપવામાં આવેલા ક્રેડિટ કાર્ડનો વ્યક્તિગત ઉપયોગ કરવામાં આવશે તો તે કર્મચારી માટે ટેક્સેબલ લાભ ગણાશે, જ્યારે ઓફિશિયલ ખર્ચ પર કોઈ ટેક્સ લાગુ નહીં પડે. પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા આત્મનિર્ભરતા વધારવા માટે સરકારે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. 1 એપ્રિલથી સમગ્ર દેશમાં વેચાતા પેટ્રોલમાં 20 ટકા એથેનોલ મિશ્રણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
આ સાથે નવા ગુણવત્તા ધોરણો પણ લાગુ કરવામાં આવશે, જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થવાની સાથે દેશમાં વૈકલ્પિક ઈંધણના ઉપયોગને પ્રોત્સાહન મળશે. આ તમામ ફેરફારો દેશની આર્થિક વ્યવસ્થાને વધુ મજબૂત અને પારદર્શક બનાવવાના હેતુથી કરવામાં આવ્યા છે, પરંતુ સામાન્ય નાગરિકો માટે આ નવા નિયમોને સમજવું અને અનુરૂપ નાણાકીય આયોજન કરવું હવે વધુ મહત્વપૂર્ણ બની ગયું છે.
નવા નાણાકીય વર્ષ 2026-27ની શરૂઆત સાથે જ 1 એપ્રિલથી દેશમાં ટેક્સ, બેન્કિંગ અને સામાન્ય જનજીવનને અસર કરતા અનેક મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવવા જઈ રહ્યા છે.
આ બદલાવની સીધી અસર પગારદાર કર્મચારીઓ અને ટેક્સપેયર્સના દૈનિક નાણાકીય આયોજન પર પડશે. સૌથી મોટો ફેરફાર આવકવેરા કાયદો 2025ના અમલથી જોવા મળશે, જે જૂના 1961ના કાયદાને બદલીને વધુ સરળ અને પારદર્શક ટેક્સ વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
પગારદાર વર્ગ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) સંબંધિત નિયમોમાં હવે વધુ કડકાઈ લાવવામાં આવી છે. નવા નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ વર્ષ દરમિયાન ₹1 લાખથી વધુ ભાડું ચૂકવે છે, તો મકાનમાલિકનો PAN નંબર આપવો ફરજિયાત રહેશે. આ સાથે જ નવા ‘ફોર્મ 124’ હેઠળ ભાડુઆતને એ પણ જાહેર કરવું પડશે કે મકાનમાલિક તેના પરિવારના સભ્ય છે કે નહીં.
આ પગલાંનો હેતુ ખોટા HRA ક્લેમ પર નિયંત્રણ લાવવાનો છે. બીજી તરફ, PAN કાર્ડ મેળવવાની પ્રક્રિયા પણ વધુ કડક બનશે, જેમાં હવે માત્ર આધાર કાર્ડ પૂરતું નહીં ગણાય અને વધારાના દસ્તાવેજો ફરજિયાત બનશે.


Leave a Comment